Connect Gujarat

યોગી સરકાર દ્રારા અખિલેશ યાદવના ફોટા ઘરાવતા 3 કરોડ જેટલા રેશન કાર્ડ પાછા લેવાનો નિર્ણય

યોગી સરકાર દ્રારા અખિલેશ યાદવના ફોટા ઘરાવતા 3 કરોડ જેટલા રેશન કાર્ડ પાછા લેવાનો નિર્ણય
X

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે અખિલેશ યાદવની સરકાર દ્રારા આપવામાં આવેલા 3 કરોડ જેટલા રેશન કાર્ડ કે જેમાં અખિલેશ યાદવની તસ્વીર છાપવામાં આવી હતી એવા રેશનકાર્ડ પાછા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

યોગી આદિત્યનાથની સરકારે જુના રેશન કાર્ડના બદલે હવે સ્માર્ટ કાર્ડ જેવી સુવિધાઓથી આધાર કાર્ડ સાથે જોડાયલા રેશન કાર્ડ આપવાની યોજના બનાવી છે.

યોગી સરકાર દ્રારા જણાવામાં આવ્યું છહતું કે ખાદ્ય અને ઉપભોક્તા વિભાગ દ્રારા અખિલેશ યાદવની તસ્વીર વાળા રેશન કાર્ડ પાછા લેવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.

યોગી સરકારે નવા બહાર પાડેલા રેશન કાર્ડ પર બારકોડ હશે અને તે આધાર કાર્ડ સાથે લિંક હશે જેના કારણે લોકોની સરકાર તમામ માહિતી મેળવી સક્સે અને આનાથી પીડીએસ સિસ્ટમમાં પણ થનારા ભ્રસ્ટાચાર પર રોક લગાવામાં આવશે,

Next Story
Share it