Connect Gujarat
ગુજરાત

રંગીલા રાજકોટમાં આઇસ્ક્રિમ પાર્લરની આડમાં ચાલતા ગોરખ ધંધાઓનો પર્દાફાશ

રંગીલા રાજકોટમાં આઇસ્ક્રિમ પાર્લરની આડમાં ચાલતા ગોરખ ધંધાઓનો પર્દાફાશ
X

રાજકોટમાં આઇસ્ક્રિમ પાર્લરની આડમાં ચાલતા પ્રેમી પંખીડાઓ માટેના કેબીન પાર્લરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

રાજકોટનાં માલવીયાનગર પોલીસને બાતમી મળતા પોલીસે કાલાવડ રોડ પર આવેલા એની ટાઇમ આઇસ્ક્રિમ પાર્લરમાં દરોડા પાડતા આઇસ્ક્રિમ પાર્લરની આડમાં ગોરખધંધા ચલાવનાર એક સંચાલક સહીત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.

રાજકોટ પોલીસનાં જણાવ્યા મુજબ, ધરપકડ કરેલા હિતેશ ગોંડલીયા અને બલભદ્રસિંહ જાડેજા આ પાર્લરનું સંચાલ કરતા હતા જેમાં કોલેજમાંથી આવતા યુવક યુવતીઓને એકાંતમાં બેસવા માટેની સુવિધા પુરી પાડવામાં આવતી હતી. જેમાં આ આરોપીઓ એક કલાકનો 100 રૂપીયા ચાર્જ વસુલતા હતા અને એક કલાકથી વધુનો સમય વિતાવવા માટે 50 રૂપિયાનો વધારાનો ચાર્જ વસુલતા હતા.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસનોંધીને આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Next Story