Top
Connect Gujarat

રજનીકાંતની કબાલી થઇ રીલિઝ, જાણો રિવ્યુ

રજનીકાંતની કબાલી થઇ રીલિઝ, જાણો રિવ્યુ
X

જેની ખૂબ આતુરતાથી રાહ જોવાઇ રહી હતી કે સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કબાલી આજે રીલિઝ કરવામાં આવી છે. ફિલ્મનો પહેલો શો સવારે ત્રણ વાગ્યે રાખવામાં આવ્યો હતો.

દક્ષિણ ભારતમાં ફિલ્મોના ભગવાન તરીકે ઓળખાતા રજનીકાન્તના નામ માત્રથી જ ફિલ્મ હીટ થઇ જાય છે. દ.ભારતના ઘણાં મોટા શહેરોની ઓફિસોમાં રજા રાખવામાં આવી હતી. ઘણાં લોકોએ ફિલ્મ જોવા માટે સીક લીવ લીધી હતી. તો જાણીએ કે આ ફિલ્મનો રિવ્યુ કેવો રહ્યો.

પીએ રંજીત દ્વારા નિર્મિત આ ફિલ્મ એક એક્શન થ્રીલર છે. જેમાં રજનીકાન્ત સાથે રાધિકા આપ્ટે લીડ રોલ નિભાવી રહી છે.

ફિલ્મમાં રજનીકાન્તે કબાલીશ્વરમ (કબાલી)નો રોલ કર્યો છે. તે પોતાની પત્ની સાથે સારું જીવન જીવતો હોય છે પરંતુ 43 નામની ગેન્ગના કારણે તેને 25 વર્ષ જેલમાં વિતાવવા પડે છે. જેલમાંથી છૂટીને તે ગેન્ગસ્ટર બને છે. આ દરમિયાન તે પોતાની કોમ્યુનિટીના લોકોના વેલફેર માટે ઘણાં કાર્યો કરે છે. તે કેવી રીતે ગેન્ગસ્ટર બન્યો, ત્યારબાદ તેણે 43 ગેન્ગ સાથે પોતાનો બદલો લીધો કે નહી તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડે. ફિલ્મનું શૂટિંગ મલેશિયામાં કરવામાં આવ્યું છે.

રજનીકાન્ત હંમેશાથી વિવિધ ભૂમિકાઓને ન્યાય આપતા આવ્યા છે. આ ફિલ્મમાં પણ રજનીકાન્તનો લુક ખૂબ જ ઇમ્પ્રેસિવ છે સાથે સાથે ટેલેન્ટેડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ પણ ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. ફિલ્મનું સંગીત સંતોષ નારાયણે આપ્યું છે જે દર્શકોને બાંધી રાખવા માટે પુરતુ છે. જોકે ઘણાં લોકોનું માનવું છે કે ફિલ્મને વધારે લાંબી ખેંચવામાં આવી છે. પરંતુ રજનીકાન્ત ના દર્શકોએ ફિલ્મને સારો રિસપોન્સ આપ્યો છે.

Next Story
Share it