Top
Connect Gujarat

રણબીર સાથે વાણી કપૂર જમાવશે જોડી, વાણીનાં રોલ ઉપર સસ્પેન્સ

રણબીર સાથે વાણી કપૂર જમાવશે જોડી, વાણીનાં રોલ ઉપર સસ્પેન્સ
X

વાણી કપૂર હવે રણબીર કપૂર સાથે રૃપેરી પડદે જોડી જમાવી રહી છે. આદિત્ય ચોપરાની આગામી ફિલ્મમાં રણબીર સાથે વાણી કપૂર જોવા મળે તેવી શક્યતા છે. જોકે વાણી તેમાં ક્યું પાત્ર ભજવશે તેની જાણકારી મળી નથી.

આ ફિલ્મમાં રણબીર કપૂર ચોરની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે સંજય દત્ત આ ફિલ્મમાં ખૂંખાર વિલનની ભૂમિકામાં જોવા મળશે. હવે આ ટીમમાં વાણી કપૂરનો પણ સમાવેશ થયો છે. આ પૂર્વે પણ રાણીએ આદિત્ય ચોપરાની બેફિકરેમાં કામ કર્યું છે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું. રણબીર કપૂર આ ફિલ્મમાં ધાડપાડુની ભૂમિકા ભજવી રહ્યો છે. આ એક એકશન ફિલ્મ હોવાથી રણબીર આ ફિલ્મ માટે ઉત્સાહિત છે. જોકે વાણી રણબીરની ઓપોઝિટ ક્યા પાત્રમાં જોવા મળશે તેના ઉપર હજી સસ્પેન્સ રાખવામાં આવ્યું છે.

Next News: https://connectgujarat.com/neha-bhasin-living-pop-star-life-enjoy-singing/

Gujarati news online, Gujarati breaking news,

Next Story
Share it