Connect Gujarat
ગુજરાત

“રન ફોર યુનિટી-એકતા દોડ” ના કાર્યક્રમનો ફલેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવતા સાંસદ મનસુખભાઇ વસાવા

“રન ફોર યુનિટી-એકતા દોડ” ના કાર્યક્રમનો ફલેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવતા સાંસદ મનસુખભાઇ વસાવા
X

તા. ૩૧ મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ રાષ્ટ્રિય એકતા દિવસની

ઉજવણી અંતર્ગત રાજપીપલામાં “રન ફોર યુનિટી-એકતા દોડ” યોજાઇ

તા. ૩૧ મી ઓકટોબર, ૨૦૧૯

ને ગુરૂવારના રોજ સરદાર વલ્લ્ભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રિય એકતા

દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપલામાં સવારે ૭:૦૦ કલાકે જિલ્લા ન્યાયાલય પાસેથી “રન ફોર યુનિટી-એકતા દોડ” નો કાર્યક્રમ સંસદસભ્ય મનસુખભાઇ

વસાવાએ ફલેગ ઓફ કરીને આ કાર્યક્રમનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત

સૌએ રાષ્ટ્રિય એકતાના સામૂહિક શપથ પણ લીધા હતા.

રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત “રન ફોર

યુનિટી-એકતા દોડ” ના આ કાર્યક્રમમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવા સહિત “રન ફોર યુનિટી-એકતા દોડ” કાર્યક્રમના જિલ્લા નોડલ ઓફિસર

તથા તાલુકા વિકાસ અધિકારી એન.બી.વસાવા, જિલ્લા

શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય એમ.જી.શેખ, જિલ્લા

શિક્ષણાધિકારી ડૅા. નિપાબેન પટેલ, સ્પોર્ટસના

સીનીયર કોચ વિષ્ણુભાઈ વસાવા સહિત વેપારી મહામંડળના હોદ્દેદારો, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, શહેરની

શાળાના વિદ્યાર્થીઓ, મહાનુભાવો

ઉપસ્થિતિમાં રહ્યા હતા.

રાષ્ટ્રિય એકતા દિવસ તરીકેની ઉવજણીના ભાગરૂપે રાજપીપલામાં આ “રન ફોર યુનિટી-એકતા દોડ” માં ભાગ લેનારા લોકો

બેનર્સ-પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર સાથેની એકતા દોડ રાજપીપલા ન્યાયાલય ખાતેથી

પ્રસ્થાન થઇ સફેદ ટાવર-સ્ટેશન રોડ થઇ સરદાર ટાઉન હોલ ખાતે પહોંચ્યા હતાં અને ત્યાં

આ કાર્યક્રમનું સમાપન થયું હતું.

Next Story