રમશે વડોદરા જીતશે વડોદરાના અભિગમ સાથે મેયર કપ -2016 નો પ્રારંભ

વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિવિધ રમતગમત પ્રવૃત્તિ ઓ સાથે સંકળાયેલ સંસ્થા ઓ ના સહયોગ થી મેયર કપ -2016 નું આયોજન કરવામાં આવ્યુ છે.
રમશે વડોદરા જીતશે વડોદરાના અભિગમ સાથે મેયર કપ -2016 નો માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ખેલ રાજ્ય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મેયર ભરત ડાંગર, મ્યુનિસિપલ કમિશનર ડો.વિનોદ રાવ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જીતુ સુખડીયા, યોગેશ પટેલ, મનીષાબેન વકીલ, પુરવઠા નિગમના ચેરમેન ભુપેન્દ્ર લાખાવાલા, અગ્રીમ જીવરાજ ચૌહાણ, વુડાના અધ્યક્ષ એન.વી.પટેલ, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ શકુંતલાબેન મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
રમશે ગુજરાત જીતશે ગુજરાત ના અભિગમ સાથે અને તેની પ્રેરણા થી રમશે વડોદરા જીતશે વડોદરા અંતર્ગત મેયર કપ-2016 થી રમતવીરો માં રહેલી ખેલ પ્રતિભા ને ઉજાગર કરવાનો આ એક પ્રયાસ બની રહેશે તેવો આશાવાદ મંત્રી ત્રિવેદી એ વ્યક્ત કર્યો હતો.