રાઘવપુરા ગામ પાસે ઢાઢર નદીના બ્રિજના છેડે ગાબડુ પડતા વાહનચાલકો પરેશાન
BY Connect Gujarat14 Aug 2019 10:55 AM GMT

X
Connect Gujarat14 Aug 2019 10:55 AM GMT
વડોદરાના ડભોઇ તાલુકાના કાયાવરોહણ થી તરસાલી તરફ જતા માર્ગ પર રાઘવપુરા ગામ પાસે નાળાના છેડાના ભાગે ગાબડુ પડતા વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. નાળાના છેડે પોલ પડતા હાલ પુરતુ તંત્ર દ્વારા બેરિકેડ મુકી માર્ગને ડાયવર્ઝન અપાયું છે. સતત વરસેલા વરસાદને પગલે ગાબડુ પડ્યુ હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોઇ હાઇવે માર્ગો પર ગાબડા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પોર નજીક ઓવરબ્રિજના છેડે સર્વિસ રોડ પર માટી ધસી પડવાની ઘટના સર્જાઇ હતી. સત્વરે ગાબડાનું સમારકામ હાથ ધરાય એવી વાહનચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે. ત્રણ માસ અગાઉ બ્રિજનું ઉદઘાટન થયું હોવાની લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.
Next Story