Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ મગફળી કૌભાંડ મામલો, અત્યારસુધીમાં થઈ 22 લોકોની ધરપકડ

રાજકોટઃ મગફળી કૌભાંડ મામલો, અત્યારસુધીમાં થઈ 22 લોકોની ધરપકડ
X

રાજકોટ રેન્જ આઈજી સંદિપ સિંગ અને જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા સમગ્ર મામલે મીડિયા સાથે કરશે વાત

રાજકોટનાં જેતપુરના પેઢલા ખાતે આવેલા જયશ્રી મગફળીમાં માટીની ભેળસેળ થઈ હોવાનું કૌભાંડ સામે આવતા તેમાં અગાઉ 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડમાં વધુ 19 શખ્સોની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. નાફેડના ચેરમેન વાઘજી બોડાના કૌટુંબિક ભત્રીજાની ધરપકડ

રોહિત બોડાની ધરપકડ થતાં સમગ્ર કૌભાંડમાં મોટો ઘટસ્ફોટસામે આવ્યો છે. જે સંદર્ભે રાજકોટનાં રેન્જ આઈજી સંદિપ સિંગ અને જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા આ સમગ્ર મામલે મીડિયા સાથે વાત કરવાના છે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભમાં ગાજેલા મગફળી કૌભાંડ મામલે વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી છેલ્લા બે દિવસથી વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પેઢલા ખાતે પ્રતીક ઉપવાસ કર્યા બાદ આજે ગોંડલ ખાતે ધાનાણી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે તપાસ એજન્સીઓ દ્વારા પણ સમગ્ર કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેને લઈને અત્યાર સુધીમાં 22 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. જે સંદર્ભે આજરોજ રેન્જ આઈજી સંદિપ સિંગ અને જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા આ સમગ્ર મામલે મીડિયા સાથે વાતી કરી જાણકારી આપશે.

મગફળી કૌભાંડમાં પોલીસે પકડેલા આરોપીઓ

1.ખુમાણ જીવનભાઈ જુજીયા (મોટી ધાણેજ સભ્ય)

2.રામસિંહ ગોવિદ ચુડાસમા (મોટી ધાણેજ)

3.જાદવ રામાભાઈ પીઠીયા (મોટી ધાણેજ)

4.કાળા મેસુર જેઠવા (મોટી ધાણેજ મંડળી પર પ્રમુખ)

5.સોનિંગભાઈ બચુભાઇ જુજીયા (મંડળી ઉપપ્રમુખ)

6.કૌશિક ખીમાભાઈ જેઠવા (મંડળી મંત્રી)

7.મુળુ આલાભાઈ જુજીયા (મંડળી સભ્ય)

8.હમીર બાબાભાઈ હીરાભાઈ જેઠવા (મંડળી સભ્ય)

9.રામાં અમારા જેઠવા (મંડળી સભ્ય)

10.ખુમાણ રામભાઈ જેઠવા (મંડળી સભ્ય)

11.સોનિંગ ઉર્ફે બચ્ચુ ખીમાણંદ જેઠવા (મંડળી સભ્ય)

12.આલિંગ બચુભાઇ જેઠવા (મંડળી સભ્ય)

13.વીરેન્દ્ર બટુક કાનાબાર (મંડળીનું ટેબલ કામ સંભાળે છે)

14.મોઇન કાળુ મલેક (મંડળીમા વ્યવસ્થા સંભાળનાર)

15.વિક્રમ દેવા લાખાણી (મંડળીના વહીવટ સાથે જોડાયેલ છે)

16.જીતુ બચુ (માળિયા)

17.મગન નાનજી ઝાલાવડીયા (ગુજકોટ કંપની વેર હાઉસ મેનેજર)

18.વિનોદ રવજી ટીલવા (ગુજરાત વેર હાઉસ કોર્પોરેશન હેઠળના મેનેજર)

19.જીજ્ઞેશ ત્રિભોવન ઉજટીયા (નાફેડના ફિલ્ડ ડિલિવરી જુનિયર કર્મચારી)

20.રોહિત લક્ષ્મભાઈ બોડા (નાફેડ જુનિયર ફિલ્ડ પ્રતિનિધિ)

21.કેયુર વિનસ ચૌહાણ (ગુજકોટ કંપની ના સરવૈયર)

22.કાળા જુજીયા (સહકારી મંડળીના સભ્ય)

Next Story
Share it