Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ મનપાના વિપક્ષ નેતાનું FBમાં નામ લખી વિદેશી યુવતીના ફોટા કર્યા અપલોડ

રાજકોટઃ મનપાના વિપક્ષ નેતાનું FBમાં નામ લખી વિદેશી યુવતીના ફોટા કર્યા અપલોડ
X

પોલીસ કમિશનરને રજૂઆત કરીશ, જરૂર પડ્યે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવીશ: સાગઠિયા

રાજકોટ મનપાના વિરોધ પક્ષના નેતાના ફેસબુક એકાઉન્ટ સાથે ચેડા કરવામા આવ્યા છે. તેમનાં ફેસબુક એકાઉન્ટમાં કોઈ વિદેશી યુવતીના ફોટા મુકવામાં આવ્યા છે. તેમજ જુનો તમામ ડેટા એકાઉન્ટમાંથી દૂર કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાના કોંગ્રેસના વિપક્ષ નેતા વશરામ સાગઠિયાનું નામ લખી કોઇએ ફેસબુક પર વિદેશી યુવતીના ફોટા અપલોડ કર્યા છે. ફોટા અપલોડ કરી સ્ક્રિનશોટ પાડી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દીધા. જો કે આ બાબતે વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, મારી પાસે પણ સોશિયલ મીડિયા થકી મારા નામવાળા ફેસબુકના સ્ક્રિનશોટ ફોટા આવ્યા છે. આ મુદ્દે પોલીસ કમિશનરને રજૂઆત કરવાનો છું.

સાગઠિયાએ વધુમાં જણાવ્યું હતું વશરામ સાગઠિયા એ જણાવ્યુ હતુ કે મારા ફેસબુકના બે એકાઉન્ટ છે. એક એકાઉન્ટ મે ચૂંટણી સમયે બનાવ્યુ હતુ. ત્યારે મારા બે એકાઉન્ટમાથી એક એકાઉન્ટમા ચેડા કરવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મામલે વશરામ સાગઠિયા શહેર પોલિસ કમિશ્નરને મળી રજુઆત પણ કરી હતી. તો સાથો સાથ આ મામલે સાયબર ક્રાઈમમા ફરીયાદ નોંધાવવાની તજવીજ પણ શરૂ કરાઈ છે.

Next Story
Share it