Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ 10 બિલ્ડરોને ત્યાં ITનું સર્ચ ઓપરેશન હજી ચાલુ, 250 અધિકારીઓ જોડાયા

રાજકોટઃ 10 બિલ્ડરોને ત્યાં ITનું સર્ચ ઓપરેશન હજી ચાલુ, 250 અધિકારીઓ જોડાયા
X

બિલ્ડરો અને ફાઇનાન્સરો વચ્ચે રોકડની લેતી દેતીના વ્યવહારો પણ ખુલ્યા

રાજકોટ અને મોરબીમાં આજે બિલ્ડરો પર છેલ્લા બે દિવસથી આઇટી વિભાગ ત્રાટક્યું છે. ITના દરોડામાં ડેકોરા ગૃપ પાસેથી 10 કરોડની જંગી રોકડ ઝડપાઈ છે. રાજકોટમાં કુલ 5 બિલ્ડર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં કુલ 44 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. 17 જેટલા બેન્ક લોકર્સ સીલ કરવામાં આવ્યા છે. તપાસમાં અનેક બેનામી વ્યવહારો અને દસ્તાવેજો હાથ લાગ્યા છે. કાળાનાણાનો આંકડો હજુ પણ વધી શકે છે. આજે પણ આ સર્ચ ઓપરેશન યથાવત ચાલી રહ્યું છે.

આઈટીનાં સર્ચ દરમિયાન બિલ્ડરો અને ફાઇનાન્સરો વચ્ચે રોકડની લેતી દેતીના વ્યવહારો પણ ખુલ્યા છે. જેમાં બિલ્ડરો લોકો પાસેથી રોકડા રૂપિયા લેતા હતા અને ફાઇનાન્સરો તે રકમ વ્યાજે આપતા હતા. આઈ.ટીના સર્ચ ઓપરેશન ના પહેલીવાર ફાઈનાન્સર મોટા માથાઓ ઝપટે ચઢ્યા છે. રાજકોટ અને મોરબીના અનેક ફાઇનાન્સરોને ત્યાંથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સાંજ સુધીમાં મળી આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજકોટ અને મોરબીના ફાયનાન્સ પેઢીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સ્વસ્તિક ફાયનાન્સ, કિશાન ફાયનાન્સ અને મોરબીના વિનાયક ફાયનાન્સનો સમાવેશ થાય છે.સર્ચ ઓપરેશનમાં રાજકોટ, અમદાવાદ અને સુરતના આઇટી વિભાગના અધિકારીની મદદ લેવામાં આવી છે. 250 અધિકારી સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 26 રહેણાંક મકાન અને 18 ઓફિસમાં આઇટી વિભાગની કામગીરી ચાલુ છે. 3થી 4 દિવસ આઇટી વિભાગનું આ મેગા ઓપરેશન ચાલે તેવી શક્યતા છે. બિનહિસાબી નાણાંકીય વ્યવહારો સામે આવતા આઇટી વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

રાજકોટના અને મોરબીના ફાયનાન્સ પેઢીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સ્વસ્તિક ફાયનાન્સ, કિશાન ફાયનાન્સ અને મોરબીના વિનાયક ફાયનાન્સનો સમાવેશ થાય છે.સર્ચ ઓપરેશનમાં રાજકોટ, અમદાવાદ અને સુરતના આઇટી વિભાગના અધિકારીની મદદ લેવામાં આવી છે. 250 અધિકારી સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 26 રહેણાંક મકાન અને 18 ઓફિસમાં આઇટી વિભાગની કામગીરી ચાલુ છે. 3થી 4 દિવસ આઇટી વિભાગનું આ મેગા ઓપરેશન ચાલે તેવી શક્યતા છે. બિનહિસાબી નાણાંકીય વ્યવહારો સામે આવતા આઇટી વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

250 અધિકારીઓ દ્વારા હજી 24 કલાક સર્ચ ઓપરેશન ચાલશે..

1.ડેકોર ગ્રુપ-જમનભાઈ પટેલ,કુલદીપ રાઠોડ,નિખિલ પટેલ

2.કિસાન ફાઇનાન્સ-રમેશ વાછાણી

3.ઓમ પેટ્રોલિયમ-ગોપાલ ચુડાસમા

4.પટેલ દેવલોપર્સ-ધીરુભાઈ રોકડ, ચેતન રોકડ

5.કૃતિ ઓનેલાં-નવીન બેલાણી, દિલીપ પટેલ,ગુણવંત ભાડાણી

  1. નાઈન સ્કેવર-છગનભાઇ પટેલ

7.વિનાયક કોર્પોરેશન ફાઇનાન્સ-જયંતીભાઈ રાજકોટિયા

8.કલાસિક નેટવર્ક-સ્મિત કનેરીયા

9.શ્યામલ અને શિલ્પન

10.પટેલ ફાઇનાન્સ-જયેશ ડોંગા

Next Story
Share it