Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ PIની બદલી રોકવા આહીર સમાજનું કોઠારિયા હાઇવે ઉપર ચક્કાજામ

રાજકોટઃ PIની બદલી રોકવા આહીર સમાજનું કોઠારિયા હાઇવે ઉપર ચક્કાજામ
X
PI Transfer

પીઆઇ બી.પી. સોનારાની બદલી રોકવા આગાઉ પણ આહિર સમાજે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી

રાજકોટમાં તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી ડિમોલિશન ઝૂંબેશમાં ભાજપ અગ્રણી દિનેશ કારીયાને કાયદાનું ભાન કરાવનાર એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. સોનારાની રાજકીય ઈશારે આઇબીમાં બદલી કરવામાં આવી છે. જેના વિરોધમાં આજે આહીર સમાજના લોકો દ્વારા કોઠારિયા હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. હાઇવે પર ટ્રાફિકજામ સર્જાતા પોલીસે લોકોને સમજાવીને હાઇવે પરથી હટાવી લેવામાં આવ્યા હતા. આ અગાઉ લોકોએ સોશિયલ મીડિયામાં પણ અભિયાન ચલાવ્યું હતું.

રાજકોટમાં પીઆઈ બી.પી. સોનારાની બદલીને લઈને રાજકોટમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરના ત્રિકોણ બાગ ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધરણામાં મોટી સંખ્યા લોકો જોડાયા હતા. પીઆઇની બદલી રોકાવવા માટે લોકોના હાથમાં 'સત્તાધીશો શરમ કરો શરમ..' તેવા બેનરો સાથે ધરણા પર બેઠા હતા.

પીઆઇ બી.પી. સોનારાની બદલી રોકવા આગાઉ પણ આહિર સમાજ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ રાજકોટમાં લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. સિહોર પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ બટુકભાઇ કે જેઓ થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયા છે. તેઓએ ગૃહ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરી ચિમકી ઉચ્ચારી છે કે બદલી પાછી ખેચવામાં નહીં આવે તો રાજકોટ-અમદાવાદ હાઇવે પર આત્મવિલોપન કરશે. રાજકોટના એ-ડિવિઝનના પીઆઈ બી.પી. સોનારાની બદલીને લઈને ઠેર-ઠેર વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

Next Story
Share it