Connect Gujarat
ગુજરાત

રાજકોટ:એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પીસીઆર વેનનો ઉપયોગ કરાયો ટિકટોક બનાવવા, કમિશ્નરે આપ્યા તપાસના આદેશ

રાજકોટ:એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પીસીઆર વેનનો ઉપયોગ કરાયો ટિકટોક બનાવવા, કમિશ્નરે આપ્યા તપાસના આદેશ
X

છેલ્લા કેટલાક દિવસો થી પોલીસ સ્ટેશન અને પોલીસ વાહન માં ટિકટોક બનાવ્યા હોવાના વિડીયો વાઇરલ થઇ રહ્યા ત્યારે વધુ એક પોલીસ વાન નો ટિકટોક વિડીયો વાઇરલ થયો છે. ટીકટોકમાં વીડિયો બનાવવા માટે હવે સરકારી ગાડી એટલે કે પોલીસની જીપનો ઉપયોગ થઇ રહ્યો છે. રાજકોટના એ ડિવીઝન પોલીસ સ્ટેશનની જીજે 03 જીએ 1304 નંબરની ગાડીનો ટીકટોકનો વીડિયો બનાવવામાં ઉપયોગ થયાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં યુવાન પોલીસની ગાડીના બોનેટ પર સ્ટાઇલથી બેઠો છે તેમજ ચશ્મા પહેરી એક્ટિંગ કરતો નજરે પડે છે.

વિડીયો વાઇરલ થતા ની સાથે જ DCP ઝોન 1 રવીમોહન સૈની દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.. વીડિયોમાં દેખાતી પોલીસ કાર રાજકોટ ડિવિઝન પોલીસ મથક ની PCR વાન હોવાનું સામે આવ્યું છે.. અને પૂર્વ ટ્રાફિક વોર્ડન ગાડી ના બોનેટ પર બેઠો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે તપાસ બાદ જવાબદાર કર્મચારી સામે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Next Story
Share it