Top
Connect Gujarat

રાજકોટની હેડ ઓફિસના સિક્યુરિટી ગાર્ડની હત્યા બાદ લૂંટનો પ્રયાસ કરતા લૂંટારુઓ

રાજકોટની હેડ ઓફિસના સિક્યુરિટી ગાર્ડની હત્યા બાદ લૂંટનો પ્રયાસ કરતા લૂંટારુઓ
X

રાજકોટની હેડ પોસ્ટ ઓફિસની અંદર લૂંટારૂઓએ પહેલા સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી હતી, અને ત્યારબાદ ગેસ કટ્ટરની મદદથી લૂંટનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટમાં દિવસે ને દિવસે ક્રાઇમ રેટ સતત વધતો જાય છે, અને માત્ર આઠ દિવસમાં જ હત્યાનાં બે ઘટનાઓ બની હતી.

રાજકોટમાં હેડ પોસ્ટ ઓફિસ આવેલી છે. ત્યાંની ભૌગૌલિક પરિસ્થિતીની વાત કરીયે તો માત્ર 900 મિટરના ગાળામાં બે પોલીસ સ્ટેશન તેમજ બે પોલીસ ચોકીઓ આવેલી છે. અને 900 મિટરના ગાળામાં પોલીસ કમિશનર કચેરી તેમજ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસની કચેરી પણ આવેલી છે. તેમ છતાં ગુનેગારો બેફામ બન્યા છે. અને હેડ પોસ્ટ ઓફિસમાં લૂંટના ઇરાદે આવેલા લૂંટારુઓને પડકારતા સિક્યુરિટી ગાર્ડ ભરતસિંહ જાડેજાની ગળુ કાપીને હત્યા કરી નાખી હતી, અને ગેસ કટરની મદદ થી પોસ્ટ ઓફિસમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા ન મળતા તેઓ ભાગી ગયા હતા.

બનાવ અંગેની જાણ પોસ્ટ ઓફિસના અધિકારીઓ અને A ડિવિઝન પોલીસને તથા પીઆઇ વી.એન. યાદવ સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને પોલીસે આરોપીઓનું પગેરુ મેળવવા માટે એફએસસેલ, ડોગ સ્ક્વોર્ડની મદદ લઈને તપાસ શરુ કરી છે, અને સીસીટીવીના ફૂટેજ મેળવીને પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

# રાજકોટમાં સર્જાયેલ ક્રાઇમની ઘટના પર એક નજર :-

તારીખ - 1 ઓગષ્ટ

ઘટના - ફાયરીંગ

પોલીસ મથક વિસ્તાર - થોરાળા પોલીસ સ્ટેશન

તારીખ - 3 ઓગષ્ટ

ઘટના - ફાયરીંગ

પોલીસ મથક વિસ્તાર - ભક્તિનગર પોલીસ સ્ટેશન

તારીખ - 3 ઓગષ્ટ

ઘટના - હત્યાનો બનાવ

પોલીસ મથક વિસ્તાર - ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન

તારીખ - 09 ઓગષ્ટ

ઘટના - હત્યાનો બનાવ

પોલીસ મથક વિસ્તાર - એ ડિવિઝન પોલીસ સ્ટેશન.

Next Story
Share it