Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરવામાં આવશે ઉજવણી

રાજકોટમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરવામાં આવશે ઉજવણી
X

આવતીકાલે 21 જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે.આવતીકાલે સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવશે. જેમાં રાજકોટ માં મુખ્ય 5 મેદાન સહિત બાગ બગીચા,શાળા કોલેજ ,ગાંધી મ્યુઝિયમ સહિત જગ્યા પર એક લાખથી વધુ લોકો કેર ઓફ હાર્ટની થીમ પર યોગ દિવસની ઉજવણી કરશે.

યોગ અને પ્રાણાયામ કરવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે માટે કેર ઓફ હાર્ટ ની થીમ પર કાલે રાજકોટ માં એક લાખથી વધુ લોકો યોગ દિવસની ઉજવણી કરશે.

ઉલ્લેખનિય છે કે સતત ત્રીજા વર્ષે રાજકોટ ખાતે એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક સાથે 5 સ્વિમિંગ પુલ ની અંદર 1000 મહિલાઓ પાણી માં એકવા યોગ કરી વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરશે જેમાં 5 વર્ષની બાળકીથી લઇ 90 વર્ષની ઉંમર ના વૃધ્ધા સુધી મહિલાઓ ભાગ લઇ અનોખી ઉજવણી કરશે.. ખાસ આ વર્ષે ગાંધી મ્યુઝિયમ ખાતે સફાઈ કામદારો અને ટેક્ષી ડ્રાઇવરો પણ પોતાના સ્વાસ્થ્ય માટે એક સાથે યોગ અને પ્રાણાયમ કરી યોગ દિવસની ઉજવણી કરશે.

Next Story