Top
Connect Gujarat

રાજકોટમાં એઈમ્સ સ્થપાશે તો સૌરાષ્ટ્રના દર્દીઓને અત્યાધુનિક સારવારનો મળશે લાભ

રાજકોટમાં એઈમ્સ સ્થપાશે તો સૌરાષ્ટ્રના દર્દીઓને અત્યાધુનિક સારવારનો મળશે લાભ
X

ગુજરાતમાં એઇમ્સ માટે બે શહેરોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ અને વડોદરા શહેરો માંથી કોઈ એક શહેરમાં એઇમ્સ બનાવવાની ઘોસણા કરાઈ હતી. રાજકોટમાં એઇમ્સ માટે સ્થળ મુલાકાત માટે એઇમ્સની ટીમ આવી પહોંચી છે.

એઇમ્સ રાજકોટને મળે તેવા ઉજળા સંકેતો વર્તાઈ રહ્યા છે. રાજકોટ આવેલ એઇમ્સનાં ડાયરેકટર ડો.સુનિલ શર્માએ જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ અને વડોદરામાં 4 સ્થળોની ઓફર કરવામાં આવી છે, રાજકોટમાં ખંઢેરી અને ખીરસરાની જગ્યા પર સાઈટ વિઝીટ કરવામાં આવી છે, એઇમ્સનાં નિર્માણ માટે 1200 કરોડનો ખર્ચ લાગે છે અને પાંચ વર્ષનો પ્રોજેક્ટ હોય છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મનીષ મહેતાએ જણાવ્યું કે તબીબો, પાણીની સુવિધા, વીજળી સહિતની તમામ સુવિધાઓ સાથેની અત્યાધુનિક હોસ્પિટલ કે જ્યાં સુપર સ્પેશિયાલિસ્ટ સર્જરી, તબીબો રહી શકે તેવી વ્યવસ્થા અને અભ્યાસ પણ શરૂ થઇ શકે તેવી એઇમ્સ હોસ્પિટલ હોય છે, રિસર્ચની સુવિધા પણ એઇમ્સમાં ઉભી કરવી પડે છે, તો સામે તરફ કોંગ્રેસનાં ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર ને એઇમ્સ મળે તે ખુબ સારી બાબત છે, પરંતુ એવું ન થાય કે સૌની યોજનાની જેમ એઇમ્સ માત્ર જાહેરાત સમાન જ બની રહે.

Next Story
Share it