Top
Connect Gujarat

રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ શિવજીને આવેદન પત્ર પાઠવીને રસ્તા અને ડ્રેનેજની સમસ્યા અંગે રજુઆત કરી

રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ શિવજીને આવેદન પત્ર પાઠવીને રસ્તા અને ડ્રેનેજની સમસ્યા અંગે રજુઆત કરી
X

રાજકોટમાં ઠેર ઠેર ખાડા અને ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, શહેરના મુખ્ય માર્ગો સહિત અનેક વિસ્તારોમાં ડ્રેનેજ અને ગંદકીની સમસ્યા જોવા મળી રહી છે. શહેરમાં વધતી જતી સમસ્યાને લઈને હવે રાજકારણ પણ ગરમાયુ છે, અને શહેરના પ્રશ્નોને લઈને સાશક ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ સામસામે આવી એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે.

રાજકોટના અનેક વિસ્તારોમાં ગંદકી અને ખાડાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે લોકોની સમસ્યાને લઈને વોર્ડ નંબર ૧૩માં અનોખો વિરોધ કર્યો હતો. શહેરના વોર્ડ નંબર ૧૩નાં કોર્પોરેટર દ્વારા ગુરુપ્રસાદ વિસ્તારમાં આવેલા મહાદેવના મંદિર ખાતે હવન કરી સાશકોને સદ્દબુદ્ધિ આપવા મહાદેવને પ્રાર્થના કરી હતી. શિવ ભગવાનને ત્રીજુ નેત્ર ખોલી સાશકોને પ્રજા પર ધ્યાન દોરવા આવેદન પત્ર પણ આપ્યુ હતુ.

કોંગ્રેસનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા કોંગ્રેસના વોર્ડમાં પુરતુ ધ્યાન દેવામાં નથી આવતુ અને વિકાસના કામો પણ કરવામાં નથી આવતા.

જ્યારે રાજકોટના મેયર ડો. જૈમન ઉપાધ્યાય કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢયા હતા, અને રાજકોટના તમામ વોર્ડમાં એક સરખી કામગીરી થતી હોવાનું જણાવ્યુ હતુ અને રોડ રસ્તા માટે ૩૨ કરોડના ટેન્ડર મંજુર કર્યા હોવાનું પણ જણાવ્યુ હતુ.

Next Story
Share it