Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં કોંગ્રેસની મહિલા સમિતિ દ્વારા થાળી વેલણ વગાડીને નોટબંધીનો વિરોધ કરાયો 

રાજકોટમાં કોંગ્રેસની મહિલા સમિતિ દ્વારા થાળી વેલણ વગાડીને નોટબંધીનો વિરોધ કરાયો 
X

રાજકોટના કાલાવડ રોડ પર જિલ્લા કોંગ્રેસની મહિલા સમિતિ દ્વારા થાળી વેલણ વગાડીને કેન્દ્રની મોદી સરકારના નોટબંધીના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલા સ્વામિ નારાયણ મંદિર સામે જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતીનાં કાર્યકરોએ થાળી વેલણ વગાડીને વડાપ્રધાન મોદીના નોટબંધીનો વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યુ હતુ કે, 2 મહિના થઇ ગયા હોવા છતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોને રૂપીયા મળતા નથી. જેથી વડાપ્રધાન ખુદ લોકો પાસે માફી માંગે તેવી કોંગ્રેસનાં મહિલા કાર્યકરોએ માંગ કરી હતી.

થાળીનાદ બાદ કોંગ્રેસનાં મહિલા કાર્યકરો આક્રમક મુડમાં જોવા મળ્યા હતા અને રસ્તા પર બેસી જઇને ચક્કાજામ કર્યો હતો. ઉગ્ર સુત્રોચ્ચાર સાથે મહિલા કાર્યકરો રસ્તા પર ઉતરી આવી હતી. પોલીસે મહિલા કાર્યકરોની અટકાયત કરતા પોલીસ અને મહિલા કાર્યકરો વચ્ચે ઘર્સણ થયુ હતુ. પોલીસે 20 થી વધુ મહિલા કાર્યકરોની કોટેચા ચોક ખાતેથી અટકાયત કરી હતી

Next Story