Top
Connect Gujarat

રાજકોટમાં કોંગ્રેસે વિકાસની અંતિમ યાત્રા કાઢી

રાજકોટમાં કોંગ્રેસે વિકાસની અંતિમ યાત્રા કાઢી
X

રાજકોટ શેર કોંગ્રેસ દ્વારા ભાજપનાં વિકાસ ફંડાનાં વિરોધમાં વિકાસની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

રાજકોટ શહેર કોંગ્રેસનાં કોર્પોરેટર વિજય વાંક અને વોર્ડ નંબર 13નાં ચાર કોર્પોરેટરની આગેવાનીમાં વિકાસની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા મવડી સ્મશાનના ગેટ સુધી વિકાસની અંતિમ યાત્રા લઈ જવામાં આવી હતી. અને સ્મશાનના ગેટની બહાર હોકડા પાસે તેને અગ્ની દાહ દેવામાં આવ્યો હતો.

પત્રકારો સાથેની વાતચીતમાં કોર્પોરેટર વિજય વાંકે જણાવ્યુ હતુ કે ભાજપ ગુજરાતમાં 22 વર્ષથી સાશન કરતુ આવ્યુ છે. ત્યારે હાલમાં દરેક વસ્તુનાં ભાવોમાં મોંઘવારી જોવા મળી રહી છે. અને રસ્તાની હાલાત પણ કથળી ચુકી છે.

Next Story
Share it