Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં ગેંગવોર દરમિયાન બે રીઢા ગુનેગારોના મોત

રાજકોટમાં ગેંગવોર દરમિયાન બે રીઢા ગુનેગારોના મોત
X

રાજકોટના આજીડેમ બગીચા નજીક તારીખ 1લી રાત્રિએ લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ ભાગ બટાઈમાં ડખો થતા હિંસક મારામારી ઘટના બની હતી, અને આ બનાવમાં બે રીઢા ગુનેગારોના મોત નિપજ્યા હતા.

રાજકોટ આજીડેમ બગીચા નજીક માથાભારે યુવરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ઝાલા, પ્રકાશ લુણાગરિયા, કાદર મલેક તથા પ્રકાશ પરમાર આ તમામ મિત્રો થયા હતા,અને શક્તિસિંહ ઉર્ફે પૈંડા એ પૈસાની તંગી બાબતે વાત કરીને રાત્રી દરમિયાન આજીડેમ પાસે જે કોઈ વ્યક્તિ મળે તેમને લૂંટી લેવાનું આયોજન કર્યુ હતુ.

રાત્રે એક વ્યક્તિ ને મારીમારીને રૂપિયા 5700ની રોકડ ની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.જોકે ત્યારબાદ રૂપિયાની ભાગબટાઈ માં વાંકુ પડતા તમામ વચ્ચે હિંસક મારામારી થઇ હતી. જેમાં ગંભીર ઈજાઓ ના કારણે શક્તિસિંહ ઉર્ફે પૈડા તેમજ ધ્રાંગધ્રા ના પ્રકાશ લુણાગરિયા નું મોત નીપજ્યું હતુ.

હાલ તો રાજકોટ પોલીસે તેઓના અન્ય સાથીદારો ની ધરપકડ કરી છે અને ડબલ મર્ડર ની ઘટના અંગે તપાસ હાથધરી છે.

આ અંગે રાજકોટ ના જોઈન્ટ પોલીસ કમિશનર દિપક ભટ્ટે પત્રકરો ને જણાવ્યુ હતુ કે મૃતક શક્તિસિંહ મહેસાણા જેલ માં સુપ્રિન્ટેડેટ પર હુમલો કરી નાસી ગયેલ હતો અને અને રીઢો ગુનેગાર હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

Next Story