Top
Connect Gujarat

રાજકોટમાં ધોળે દિવસે 47 લાખના દાગીના અને રોકડની ઉઠાંતરી થી સનસનાટી મચી

રાજકોટમાં ધોળે દિવસે 47 લાખના દાગીના અને રોકડની ઉઠાંતરી થી સનસનાટી મચી
X

રાજકોટનાં માલવિયા ચોક પાસે એક કાર માંથી રૂપિયા 47 લાખનાં દાગીનાં ભરેલી બેગની અજાણ્યા ઉઠાવગીરો ચોરી કરીને ફરાર થઇ જતા ચકચાર મચી ગઈ હતી, અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ શરુ કરી છે.

રાજકોટ શહેરનાં માલવિયા ચોક પાસેનાં શો રૂમ પાસેથી એક વેપારીની કારમાં રહેલ 47 લાખનાં દાગીના તેમજ રોકડની ઉઠાંતરી ચાર જેટલા શખ્સો દ્વારા કરવામાં આવી હતી. જે બાબતની પોલીસ ફરિયાદ શહેરનાં A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પોલીસે ઘટના સ્થળે થી સીસીટીવી કેમેરાનાં ફૂટેજ કબ્જે કરી કેટલાક શંકાસ્પદ શખ્સોની શોધખોળ શરૂ કરી છે. અને ઘટના અંગે A ડિવિઝન પોલીસ મથકનાં પીઆઇ વી.એન. યાદવે વધુ તપાસ શરુ કરી છે.

Next Story
Share it