Top
Connect Gujarat

રાજકોટમાં નવરાત્રી પર્વને નિર્વિઘ્ને પાર પાડવા પોલીસ તંત્ર સજ્જ

રાજકોટમાં નવરાત્રી પર્વને નિર્વિઘ્ને પાર પાડવા પોલીસ તંત્ર સજ્જ
X

રાજકોટમાં નવરાત્રી પર્વમાં પોલીસ તંત્ર દ્વારા ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને ઉત્સવને નિર્વિઘ્ને પાર પાડવા માટે પોલીસ દ્વારા અભેદ સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યુ છે.

રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. તેઓએ તેમાં જણાવ્યું છે કે 12 વાગ્યા બાદ પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ ન કરવા માટે ગરબા આયોજકોને સુચના આપી છે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કલમ 131, 134, 135, 136 અંતર્ગત દંડાત્મક કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

રાજકોટમાં 24 જગ્યાએ અર્વાચીન ગરબા અને 600 જેટલા પ્રાચિન ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

રાજકોટ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતનાં જણાવ્યા મુજબ 24 અર્વાચીન ગરબા પર સીસીટીવી થી મોનીટરીંગ કરાશે, જ્યારે એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ પર પણ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા આયોજક દ્વારા કરવામાં આવી છે. વધુમાં ડિસીપી, એસીપી, પી.આઈ, પી.એસ.આઈ કક્ષાના અધિકારીઓ સહિત હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, એસ.આર.પી જવાનો પણ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે ટ્રાફિક બ્રિગેડ પણ 1 વાગ્યા સુઘી ફરજ બજાવશે.

Next Story
Share it