Top
Connect Gujarat

રાજકોટમાં પાંચ દિવસમાં હત્યાનાં ત્રણ બનાવથી ચકચાર

રાજકોટમાં  પાંચ દિવસમાં હત્યાનાં ત્રણ બનાવથી ચકચાર
X

રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં હત્યાના ત્રણ બનાવો બન્યા છે. રવિવાર થી શરૂ થયેલ હત્યાની વારદાત ગુરૂવારે મોડી સાંજે પણ યથાવત જોવા મળી છે.

રાજકોટ શહેરનાં 150 ફુટ રીંગ રોડ પાસે આવેલ શિતલ પાર્ક બિ.આર.ટી.એસ નજીક શાસ્ત્રી નગરની એક ઓરડીમાં ત્રણ જેટલા મિત્રો વચ્ચે માથાકુટ થતાં સામાન્ય મામલો હત્યાની ઘટના સુધી પહોંચી ગયો હતો.

જેમાં પરપ્રાંતીય શખ્સ લક્ષ્મણભાઈની હત્યા તેના જ રૂમમાં રહેતા મિત્રોએ કરી હોવાનુ સામે આવ્યુ છે. જો કે આ મામલે પોલીસે બે આરોપીની અટકાયત પણ કરી લીધી છે.

Next Story
Share it