Connect Gujarat
ગુજરાત

રાજકોટ : પાળ ગામે નજીક નાળામાં ડૂબી જતા 3 બાળકોના મોત નિપજ્યા

રાજકોટ : પાળ ગામે નજીક  નાળામાં ડૂબી જતા 3 બાળકોના મોત નિપજ્યા
X

રાજકોટના પાળ ગામ નજીક આવેલ નાળામાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. તમામ ત્રણ બાળકોની ઉંમર 10 થી 12 વર્ષની વચ્ચે છે. ત્રણેય બાળકો પોતાના પરિવારજનોને રમવા જવાનું કહી નીકળ્યા હતા. ત્યારે માતા પિતાની જાણ બહાર તમામ બાળકો પાળ ગામ પાસે આવેલ નાળામાં ન્હાવા પહોંચ્યા હતા. જ્યાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. ત્રણેય બાળકોની મોતના સમાચાર મળતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને 108ની ટીમ પહોંચી હતી. જો કે તમામ બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે પંચનામની કાર્યવાહી કરી તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા. કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story