Top
Connect Gujarat

રાજકોટમાં પેવર વર્ક કરતી એજન્સી સામે દંડાત્મક કાર્યવાહી કરતા મ્યુનિસિપલ કમિશનર

રાજકોટમાં પેવર વર્ક કરતી એજન્સી સામે દંડાત્મક કાર્યવાહી કરતા મ્યુનિસિપલ કમિશનર
X

રાજકોટ શહેરમાં માર્ગો બિસમાર બનતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.

રાજકોટ શહેરનાં રાજમાર્ગો બિસમાર હાલાતમાં જોવા મળી રહ્યા છે. વરસાદનાં કારણે શહેરનાં જુદા જુદા માર્ગો પર ખાડા જોવા મળી રહ્યા છે. ત્યારે વરસાદથી થયેલ રસ્તાના નુકશાનનો આંકડો 39 કરોડ પહોંચ્યો છે.

વધુમાં આ બાબતની રજુઆત રાજ્ય સરકારમાં પણ કરવામાં આવી છે. જોકે મ્યુનિસિપલ કમિશનર બંચ્છાનિધી પાનીનાં જણાવ્યા પ્રમાણે નવરાત્રી બાદ તમામ રોડ રસ્તાનું કામકાજ વહેલી તકે પુર્ણ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર બંચ્છાનિધી પાની શહેરનાં જુદા જુદા વોર્ડમાં ચાલતા પેવર કામનું સ્થળ નિરિક્ષણ કરવા પહોંચ્યા હતા. જેમાં પેવર કામના મટીરીયલની ગુણવત્તા ચકાસતા તેમને બે એજન્સીઓને કુલ 2.22 લાખનો દંડ ફટાકર્યો છે. જ્યારે છ અધિકારીઓને નોટિસ પણ ફટકારી છે.

Next Story
Share it