રાજકોટમાં પ્રેમજાળમાં ફસાવીને રૂપિયા પડાવતી ગેંગ ઝડપાય

પોલીસે ચાર મહિલાઓ સહિત સાત આરોપીને દબોચી લીધા
રાજકોટ શહેરમાં યુવાનો સાથે મોબાઈલ પર લોભામણી વાતો થકી ફ્રેન્ડશીપ કરીને મળવાના બહાને બોલાવી રૂપિયા પડાવતી ગેંગની યુવતી તેમજ મહિલાઓ સહિત સાત આરોપીઓ ની પોલીસે ધરપકડ કરી હતી.
જાણવા મળ્યા મુજબ રાજકોટ માં રહેતા સલીમ નાગજીભાઈ જાફર અને તેમનો મિત્ર ઉમેદભાઈને બે સ્વરૂપવાન યુવતીઓ ફોન કરીને લલચાવતી હતી,અને અજાણી યુવતીઓ ની મીઠી મીઠી તેમજ ગલગલીયા કરાવતી વાતોની મોહમાયામાં તેઓ બરાબર ફસાય ગયા હતા.સલીમ અને તેમના મિત્ર ઉમેદને આ બે યુવતી અને બે મહિલાઓએ ભગવતી પરામાં આવેલા એક મકાન માં મળવા માટે બોલાવ્યા હતા.અને બંને યુવાનો સાથે અશ્લીલ વાતો અને ગલગલીયા કરાવીને કપડા ઉતરાવ્યા હતા,ત્યાંજ પહેલે થી આયોજન મુજબ મહિલાઓના અન્ય સાથીદારો ત્યાં આવી પહોંચ્યા હતા અને ઉમેદભાઈ પાસેથી રૂપિયા 17000 પડાવી લઈને સલીમ ને રૂમમાં ગોંધી રાખી રૂપિયા 50000ની માંગણી કરી હતી.પરંતુ તેમાં સફળ ન રહેતા બંને યુવતી તેમજ બે મહિલાઓ અને તેઓના ત્રણ સાથીદારો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
પોતે યુવતીઓ સાથે રંગરેલિયા મનાવવા ના મનસૂબા માં છેતરાયા હોવાનો અહેસાસ તથા ભોગ બનનાર સલીમે બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો.અને પોલીસે આરોપી મીરા શરદ પટેલ,પારસ ઉર્ફે કાજલ પટેલ,કાંતા ધના ભીલ,જયશ્રી અશોક આહીર તેમજ સુરેશ ધરમશી ગોધાણી,અજય વાલજી પટેલ,લતીફ મોહમદ તેલી ના ઓ ની ધરપકડ કરી હતી.અને તેઓ પાસેથી રૂપિયા 37000 રોકડા,8 નંગ મોબાઈલ ફોન,સ્કોડા કાર સહિત રૂપિયા 4.77 લાખ નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી છે.