Top
Connect Gujarat

રાજકોટમાં ફરાળી પેટીસમાં ભેળસેળનું કૌભાંડ ઝડપી પાડતુ આરોગ્ય વિભાગ

રાજકોટમાં ફરાળી પેટીસમાં ભેળસેળનું કૌભાંડ ઝડપી પાડતુ આરોગ્ય વિભાગ
X

રાજકોટની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફરાળી નાસ્તા બનાવતા વેપારી પર તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં ફરાળી પેટીસમાં મકાઈનો લોટ મિક્સ કરીને લોકોની આસ્થા સાથે રમત કરવામાં આવતી હોવાનું બહાર આવ્યુ હતુ.

પવિત્ર શ્રાવણ માસમાં લોકો એકટાણા અને ઉપવાસ કરતા હોય છે. અને ઉપવાસમાં ફરાળી વાનગીઓની પણ ભારે માગ રહે છે.ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

જેમાં ફરાળી વાનગીમાં ફરાળી લોટની જગ્યાએ વેપારીઓ મકાઈનો લોટ વાપરતા હોવાનુ સામે આવ્યુ હતુ. આરોગ્ય વિભાગ દ્વારા 17 જેટલા વેપારીઓ ને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. તો વેપારીઓને ત્યાંથી વાસી બટેટા, વાસી મસાલા મળી આવતા ત્રણ વેપારીઓ પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જ્યારે 252 કિલો અખાદ્ય પેટીસ, 52 કિલો મકાઈનો લોટ, 28 કિલો વાસી બટેટા, 3 કિલો ચટણી, 1 કિલો કલર, 55 કિલો વપરાયેલુ તેલ, દોઢ કિલો એમ.એસ.જીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

Next Story
Share it