Top
Connect Gujarat

રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
X

રાજ્યસભાની ત્રણ સીટ માટે મતદાન પણ પુર્ણ થઈ ચુક્યુ છે. ત્રણ સીટ પૈકી એક સીટ કોંગ્રેસને ફાળે ગઈ છે. જ્યારે બે સીટ પર ભાજપનો વિજય થયો છે. પરંતુ છેલ્લા કેટલાંય સમયથી મૃત પાય થયેલી કોંગ્રેસમાં રાજ્યસભાની સીટ જીતવાથી પક્ષમાં નવા પ્રાણ ફૂંકાયા છે.

રાજ્યસભાની ચૂંટણી પછી રાજકોટ કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું બેંગલોર ગયા બાદ પ્રથમ વખત રાજકોટમાં આગમન થતાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ દ્વારા તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જોકે આજ સમયે ભાજપ દ્વારા મશાલ રેલી પણ કાઢવામાં આવી હતી.

રાજકોટ જીલ્લા પંચાયત પાસે બંને પાર્ટીના કાર્યકરો સામ સામે આવી જતા ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. અને બંને પક્ષના નેતાઓ એક બીજાના કાર્યકરો પર આક્ષેપ બાજી કરતા નજરે પડયા હતા.

Next Story
Share it