Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં મિત્રની મંગેતર પર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

રાજકોટમાં મિત્રની મંગેતર પર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો
X

રાજકોટમાં એક મિત્રએ જ મિત્રની મંગેતર પર બદ દાનત રાખીને નજર બગાડી હતી.અને સોશ્યલ મીડિયાના માધ્યમ થી સંદેશાની આપલે કરીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતુ, અને બિભસ્ત ફોટા પાડીને તેણીને બદનામ કરવાની ધમકી આપતો હતો, જે ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રની જ ફિયાન્સીને ફસાવીને તેના પર એક મિત્રએ દુષ્કર્મ કર્યું હોવાની ઘટના રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. રાજકોટની એક સગીરાને તેના મંગેતરનો મિત્ર વોટ્સએપના માધ્યમથી ઓળખાણ કેળવી ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને ત્યાં તેના પર દુ્ષ્કર્મ આચર્યું હતું.

યુવકે સગીરાનો બિભત્સ ફોટોગ્રાફ્સ અને વીડિયો ઉતારીને મિત્રોને પણ શેર કર્યા હોવાનો ફરિયાદ માં ઉલ્લેખ કરવામાં આવતા મહિલા પોલીસે બે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે.

રાજકોટ મહિલા પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીએ ફરિયાદ દર્જ કરાવી હતી.જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે તેણીનો મંગેતર મોહિત નો મિત્ર વૈશાલી નગર-5માં રહેતો રૂપેન સોલંકી એ ધુળેટી ના તહેવાર બાદ યુવતીને ગેસ્ટ હાઉસમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતુ.

અને યુવતીના બિભસ્ત ફોટો તેમજ વિડીયો કલીપ ઉતારીને પોતાના મિત્ર બુદ્ધદેવ,મીનળ બુદ્ધદેવ અને નયના ઉર્ફે નેહા અનડકટ ને શેર કાર્ય હતા,અને ભોગ બનનાર યુવતીને બદનામ કરવાની ધમકી આપતો હતો.યુવતીની ફરિયાદના આધારે પોલીસે બે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરીને વધુ તાપસ હાથધરી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, સીએમએસ કંપનીમાં નોકરી કરતા મોહિત નામનાં યુવાન સાથે ડીસેમ્બર 2015માં યુવતીની સગાઇ કરવામાં આવી હતી. મોહિતની સાથે નોકરી કરતા રૂપેન સોલંકી સાથે મોહિતે ઓળખાણ કરાવી હતી..ઓળખાણ થયા બાદ ધુળેટીનાં તહેવારનાં દિવસે મિત્રની મંગેતરને રૂપેને ફોન કર્યો હતો અને સોશ્યલ મિડીયા પર મેસેજનો સિલસિલો શરૂ થયો હતો.

આરોપી રૂપેન સોલંકીએ યુવતીને બિભત્સ મેસેજ મોકલ્યા હતા અને મંગેતર મોહિતને આ બિભત્સ મેસેજ બતાવીને સગાઇ તોડાવી દેવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવા જબરજસ્તી કરી હતી. બ્લેક મેઇલ કરીને યુવતીને બસસ્ટેન્ડ પાછળ આવેલા ગેસ્ટ હાઉસમાં લઇ જઇને રૂપેશ સોલંકીએ દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીએ યુવતીનાં બિભત્સ ક્લિપ ઉતારીને બિભત્સ ફોટા અને વિડીયો પોતાનાં મિત્રોને મોકલ્યા હતા. આરોપીઓએ યુવતીને કોઈને કહેશે તો ક્લિપ સોશ્યલ મિડીયા પર વાયરલ કરીને તેને અને તેનાં પિતાને બદનામ કરવાની ધમકી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવતીનાં લગ્નને માત્ર 12 દિવસ જ બાકી હતા ત્યારે આરોપીએ તેનાં મંગેતરને આ ઘટનાની જાણ કરતા મંગેતરે પણ યુવતીનો સાથ છોડી દીધો હતો અને સગાઇ તોડી નાખી હતી,પોતાના મિત્રોએ કરેલા જધન્ય કૃત્ય ની સજા આખરે યુવતીને જ મળી છે.

Next Story
Share it