Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં યોજાયુ કેશલેસ રિસેપ્શન, જુઓ કઈ રીતે યોજવામાં આવ્યુ આ રીસેપ્શન

રાજકોટમાં યોજાયુ કેશલેસ રિસેપ્શન, જુઓ કઈ રીતે યોજવામાં આવ્યુ આ રીસેપ્શન
X

રાજકોટમાં લગ્ન પ્રસંગમાં કેશલેસ ટ્રાન્જેક્શનની પરંપરાનો પ્રારંભ

કેન્દ્ર સરકાર દ્વારા જ્યારથી રૂપિયા 500 અને 1000ની ચલણી નોટોને બંધ કરવામાં આવી છે ત્યારથી કેશ મેળવવા માટે લોકોની બેંકોમાં ભારે કતારો લાગી રહી છે, લોકોને પડી રહેલી હાડમારીમાં રાહત આપવા માટે સરકાર દ્વારા કેશલેશ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. જેની અસર લગ્ન પ્રસંગોમાં પણ જોવા મળી રહી છે.

રાજકોટના શાહ પરિવારના પુત્રના લગ્નમાં કેશલેસ રિસેપ્શનમાં મહેમાનો એ સ્વાઇપ મશીન અથવા તો ચેક થી ચાંદલો કરી નવુ ઉદાહરણ પુરુ પાડયુ હતુ.

નોટબંધીની અસર માર્કેટ સહિત હવે માંગલિક પ્રસંગોમાં પણ જોવા મળી રહી છે, અને લગ્નના આમંત્રણ ને માન આપીને નવ દંપતીને આશીર્વાદ આપવા માટે આવતા મહેમાનોની ચાંદલા રૂપી વ્યવહાર કરવાની મુંજવણ વધી છે. ત્યારે રાજકોટના નીતિન શાહ એ તેમના પુત્ર તપનના લગ્ન પ્રસંગમાં રાખેલ રિસેપ્શન આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. આ રિસેપ્શન સપૂર્ણ કેશલેસ જોવા મળ્યુ હતુ.

રાજકોટમાં શાહ પરિવારમાં યોજાયેલ લગ્નના રિસેપ્શન પ્રસંગમાં મહેમાનો એ સ્વાઇપ મશીન થી ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને ચાંદલાની શુભેચ્છા પાઠવીને નવ દંપતિ ને આશીર્વાદ પાઠવ્યા હતા. જ્યારે ઘણાખરા મહેમાનો એ ચેક થી ચાંદલો કરીને લગ્ન પ્રસંગના વ્યવહારમાં નવો ચીલો ચાતર્યો હતો.

Next Story