Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં વરસાદની હેલીથી ખેડૂતો ખુશહાલ

રાજકોટમાં વરસાદની હેલીથી ખેડૂતો ખુશહાલ
X

રાજકોટ જિલ્લાના જુદા જુદા તાલુકામા સાંજના ૪ વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે. જસદણ, આટકોટ, સરધાર, કોટડા સાંગાણી અને ગોંડલમા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લીધે સમગ્ર પંથકમા ઠંડક પ્રસરી હતી. આટકોટમા અત્યાર સુધી ૧ ઈંચ જેટલો વરસાદ પડયો છે. તો રામોદ ગામે ત્રણ ઈંચ વરસાદ પડયો છે.

વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણે કે ખેડૂતોએ છેલ્લા બે દિવસથી વાવણી તો કરી દીધી હતી. પરંતુ તેઓ વરસાદની રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે વરસાદના આગમનના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

Next Story
Share it