Top
Connect Gujarat

રાજકોટમાં વિસર્જન દરમિયાન યુવકનું ડુબી જતા મોત

રાજકોટમાં વિસર્જન દરમિયાન યુવકનું  ડુબી જતા મોત
X

રાજકોટમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોડી સાંજે 18 વર્ષીય યુવકનું ડૂબી જતા કરુણ મોત નિપજ્યુ હતુ.

રાજકોટ શહેરની ભાગોળે આવેલ એસ.આર.પી કેમ્પ પાસેનાં તળાવમાં એક 18 વર્ષિય યુવક કિશન મારૂનું ડુબી જવાથી મોત નિપજયુ હતુ. જેનો મૃતદેહ ચાર કલાકની જહેમત બાદ મળી આવ્યો હતો.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં ફાયર બ્રિગેડનાં અધિકારીએ જણાવ્યુ હતુ કે ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે માત્ર એક જ અનિચ્છનીય ઘટના બનવા પામી છે. ગત વર્ષે એક જ પરિવારના ચાર જેટલા શખ્સોનું ડુબી જવાના કારણે મોત નિપજયુ હતુ.

Next Story
Share it