Connect Gujarat
ગુજરાત

રાજકોટ:માડા ડુંગર પરશુરામ ઈન્ડ.એરીયામાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ:માડા ડુંગર પરશુરામ ઈન્ડ.એરીયામાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
X

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર તથા સયુંકત પોલીસ કમિશ્નર તથા ડી.સી.પી.ઝોન-૧ રવિ મોહન સૈની તથા ડી.સી.પી.ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની સુચનાથી તથા એ.સી.પી. ક્રાઈમ જે.એચ.સરવૈયા તથા પોલીસ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પોલીસને મળેલ ચોક્કસ હકીકત આધારે માડા ડુંગર પરશુરામ ઈન્ડ.એરીયા શેરી નં.૩ આવેલ સેડમાંથી શ્રીપાલસિંગ અમરસિંગ ખાતી ઉવ.૩ર ધંધો.ડ્રાઈવર રહે.ધાલારાયગામ તા.ઈચ્છાવર જીલ્લો.સિહોર મધ્યપ્રદેશ તથા જયસુખ વલ્લભભાઈ વાઘેલા ઉવ.૩૦ રહે.માડા ડુંગર માધવ વાટીકા શેરી નં.ર રાજકોટવાળાઓના કબ્જા ભોગવટાના આઈસર ગાડી નંબર-એમએચ-૦૪ જેકે-૮૩૧૪ માંથી ર વિદેશી દારૂ એપીસોડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.કંપની શીલપેક બોટલો નંગ-૨૪૬૦ જેની કુલ કિ.રૂ.૯,૮૪,૦૦૦/-તથા આયસર ગાડી નંબર એમએચ-૦૪ જેકે-૮૩૧૪ જેની કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૬૦૦૦7-આમ કુલ.કિમત રૂપિયા ૧૯,૯૦,૦૦૦/-નો મુદામાલ મળી આવતા તમામ ઈસમ વિરુધ્ધ ડી.સી.બી.પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Next Story
Share it