Connect Gujarat
ગુજરાત

રાજકોટમા ધોળા દિવસે આંગડીયા પેઢીનો કર્મી લૂંટાયો, લૂંટારુઓ 17 લાખ રોકડા લઈ ફરાર

રાજકોટમા ધોળા દિવસે આંગડીયા પેઢીનો કર્મી લૂંટાયો, લૂંટારુઓ 17 લાખ રોકડા લઈ ફરાર
X

રાજકોટમા ધોળા દિવસે જુના બસ સ્ટેન્ડ રોડ પર લાખો રુપિયાની લૂંટનો બનાવ સામે આવ્યો છે. રમેશ કાંતિલાલની પેઢીના આગંડીયા કર્મી પાસે રહેલ 17લાખ લૂંટી લેવામા આવ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આંગડીયા પેઢીના કર્મીના જણાવ્યા પ્રમાણે બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ બસમાંથી ઉતરી સોની બજાર તરફ જતો હતો. તે સમયે પ્લસર બાઈક પર આવેલ બે શખ્સો દ્વારા પોલીસ હોવાની ઓળખ આપી હતી. જે બાદ તેના થેલામા કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તેમ કહી થેલો ચેક કરવા માંગ્યો હતો. જે બાદ આંગડીયા પેઢીના કર્મીએ થેલો આપ્યા બાદ લૂંટારુઓએ તેને રીક્ષામા બેસાડી પ્લસર બાઈકમા ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસ સુત્રોનુ માનિયે તો સમગ્ર બનાવમા ખુદ ભોગ બનનાર જ આરોપી નિકળે તો નવાઈ નહી.

Next Story
Share it