રાજકોટ:મોડી રાત્રે નહેરૂ નગરમાં થયું ફાયરિંગ,સમગ્ર ઘટના CCTVમાં કેદ

0
326

રાજકોટના રૈયારોડ પર આવેલ નહેરૂનગરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. નહેરૂનગરમાં રહેતા અલાઉદીન કારીયાણીના ઘર પર બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યા હતા. ફાયરીંગની ઘટનાની જાણ પોલીસને થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસ તપાસમાં અલાઉદીન કારીયાણીના પુત્ર સુલતાનને થોડા સમય પહેલા ભીસ્તીવાળમાં રહેતા વસીમ દલવાણી સાથે ઝગડો થયો હતો. જેનો ખાર રાખીને આજે વસીમ તેના સાગ્રીત સાથે બાઇકમાં નહેરૂનગર આવ્યો હતો અને ફરિયાદી સુલતાનાબેનને ઘરની બહાર બોલાવીને અલાઉદીમ ક્યાં છે પૂછ્યું હતું. ગાળો બોલતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા પોતાની પાસે રહેલ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેને આધારે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here