Top
Connect Gujarat

રાજકોટ : અટિકા વિસ્તારમાં ATM તોડવાનો પ્રયાસ નિષ્ફળ

રાજકોટ : અટિકા વિસ્તારમાં ATM તોડવાનો પ્રયાસ નિષ્ફળ
X

  • એટીએમ ન તૂટતા એટીએમ ઉઠાવી જવાનો નિષ્ફળ પ્રયાસ તસ્કરો દ્વારા કરાયો
  • વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કના બંધ એટીએમના તાળા તોડી એટીએમ તોડવાનો પ્રયાસ કરાયો
  • બુકાનીધારી તસ્કરોએ પ્રયાસ કર્યાની ઘટના સામે આવી

રાજકોટનાં ૮૦ ફુટ રોડ પર આવેલ નહેરુનગર અટિકા વિસ્તારમાં એક એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરાયાની ઘટના સામે આવી છે.

ગત મોડી રાત્રે એટીએમઉઠાવી જવાનો નિષ્ફળ પ્રયાસ તસ્કરો દ્વારા કરાયો છે. વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કના બંધ એટીએમના તાળા તોડી એટીએમ તોડવાનો પ્રયાસ કરાયેલ અને એટીએમ નહિ તૂટતા આખેઆખુ એટીએમ ઉઠાવી જવાનો બુકાનીધારી તસ્કરોએ પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે બેંકના સિક્યુરિટી મેને અધિકારીઓને જાણ કરતા આ અંગે પોલીસ કન્ટ્રોલને કરવામાં જાણ આવી હતી. જેના પગલે ભક્તિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી છે.

Next Story
Share it