રાજકોટ : અપહરણના આરોપીને પોલીસે ઓરીસ્સાના જંગલમાંથી દબોચી લીધો
BY Connect Gujarat13 Nov 2019 12:48 PM GMT

X
Connect Gujarat13 Nov 2019 12:48 PM GMT
પરપ્રાંતિય સગીરાનું અપહરણ કરી ઓરીસ્સાના નકસલી જંગલ વિસ્તારમાં નાસી ગયેલા
આરોપીની રાજકોટ શહેર તાલુકા પોલીસે ધરપકડ કરી લીધી છે.
હવે વાત કરીએ રાજકોટ પોલીસના ઓરીસ્સાના નકસલી જંગલ વિસ્તારમાં પાર પાડેલા
ઓપરેશનની. રાજકોટ શહેરનાં નાનામવા વિસ્તારમાંથી પરપ્રાંતિય સગીરાનું અપહરણ કરી
ઓરીસ્સાના નકસલી જંગલમાં નાસી જનાર આરોપીને પોલીસે દબોચી લીધો હતો. રાજકોટ પોલીસે
ટેકનીકલ ટીમ અને ઓરીસ્સા પોલીસની મદદથી બદુંગીયાના જંગલમાંથી આરોપીની ધરપકડ
કરવામાં આવી હતી. રાજકોટ પોલીસે અપહરણના આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી
છે.
Next Story