રાજકોટ : “આજની છોકરીઓથી કશું નથી થતું, તારાથી કશું નહિ થાય” તેમ કહી યુવતીઓની છેડતી

રાજકોટમાં આવારા તત્વો બેફામ બન્યા છે અને તેઓ પોલીસને જાણે ખુલ્લો
પડકાર ફેંકતા હોય તેમ ગઈ રાતે શહેર મુખ્ય માર્ગ ગણાતા કાલાવડ રોડ પર યુવતીઓની
છેડતી કરી હતી.
રાજકોટ શહેરમાં અસામાજીક તત્વોનો આતંક વધી રહયો
હોવાથી લોકોમાં ભય જોવા મળી રહયો છે. ગત રાત્રિના સમયે એક યુવતી મોપેડ લઇને કાલાવડ
રોડ પરથી પસાર થતી હતી ત્યારે કારમાં આવેલાં ત્રણથી ચાર જેટલા આવારા યુવાનોએ તેનો
કોટેચા ચોકથી કેકેવી હોલ સુધી પીછો કર્યો હતો. યુવતીઓએ આ શખ્સો નો પ્રતિકાર કરતા
તેમના પર આ શખ્સો થૂંકી ને બોલ્યા હતા કે " આજ ના જમાનામાં છોકરીઓ થી કશું
નથી થતું ....... તારા થી કઈ નહિ થાય " આવું કહી બીભત્સ ગાળો આપી તેમના પર
કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જાગૃત નાગરિકે તાત્કાલિક ૧૦૦ નંબર પોલીસ કંટ્રોલમાં ફોન કરતાં પોલીસ
કાફલો દોડી આવ્યો હતો. યુવતીઓની ફરિયાદના આધારે પોલીસે કારમાં સવાર તમામ
યુવાનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમામ આરોપીઓને સ્થળ પર લઇ જઇ
ઘટનાનું પોલીસે રીકસ્ટ્રકશન કરાવ્યું હતું.