Top
Connect Gujarat

રાજકોટ આજી ડેમ છલકાતા સીએમ વિજય રૂપાણીએ નીરનાં વધામણા કર્યા

રાજકોટ આજી ડેમ છલકાતા સીએમ વિજય રૂપાણીએ નીરનાં વધામણા કર્યા
X

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ વરસાદના કારણે છલકાતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે.અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ નવા નીરનાં વધામણા કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ આજી ડેમ ખાતે પહોંચીને ફુલહાર કરીને નવા નીરના વધામણા કર્યા હતા.અને તેઓએ આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસને પોતાના જ ધારાસભ્યો પર ભરોસો રહ્યો નથી, તેથી બેંગ્લુરુ લઇ જવામાં આવ્યા છે, કોંગ્રેસ ધ્વસ્ત થઇ ચુકી હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

વધુમાં સીએમ રૂપાણીએ પૂરમાં મૃત્યુ પામનાર લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ હતુ.

Next Story
Share it