• સળગાવવા જતા ખુદ પ્રેમી પુજારી પોતે પણ દાઝયો

  • સારવાર દરમિયાન પ્રેમી પુજારીનુ થયુ મોત

આજે પ્રેમનો પર્વે ગણાતો દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે છે. ત્યારે બિજી તરફ રાજકોટમા એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. એક તરફી પ્રેમમા પાગલ એવા રોનક નામના મંહતે પોતાની સેવિકાને જીવતી સળગાવી હતી. ત્યારે આજ પ્રયાસમા તે પોતે પણ સળગી ઉઠ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન તેનુ મોત નિપજયુ છે.

વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા એક તરફી પ્રેમમા પાગલ એવા પુજારીએ સેવિકાને જીવતી જલાવવાનાર પ્રેમીનુ મોત નિપજ્યુ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કાલાવડ રોડ પર વામ્બે આવાસ કવાર્ટરમાં પુનમબેન ઉર્ફે પુર્વીબેન પોતાની બે પુત્રી સાથે રહે છે. તેઓ રોજ સવારે મોટમૌવામા આવેલ કાલભૈરવ મંદિરમા સેવા પુજા કરવા જતા હતા. આ સમયે ત્યા મંદિરમા સેવા આપતા પુજારી રોનકને એક તરફી પ્રેમ થઈ ગયો હતો. જે બાદ તે અવારનવાર પ્રેમનો પ્રસ્તાવ મુકતો હતો.

જો કે પુનમબેન પરણિત અને બે દિકરીની માતા હોવાના કારણે પ્રેમનો અસ્વિકાર કરતા હતા. જો કે વેલેન્ટાઈન ડેના એક દિવસ અગાઉ રોનકે પરણિતા પુનમબેનને રિક્ષામા ધરાર બેસાડી તેમને મંદિરે લઈ ગયો હતો. જ્યા તેણે લગ્ન કરવાનુ કહ્યુ હતુ. જો કે ફરી એક વાર પુનમે રોનકના પ્રેમનો અસ્વિકાર કરતા તેણે તુ મારી નહી તો કોઈ ની નહી કહી કેરોસીન છાંટી સળગાવી હતી. જો કે પોતાની પ્રેમીકાને સળગતી જોઈ તેને ઓલાવવા જતા પોતે દાઝી ગયો હતો.

જે બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન રોનક પુજારીનુ મોત નિપજયુ છે. જ્યારે પુનમબેનની સિવિલ હોસ્પિટલમા સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY