Connect Gujarat
ગુજરાત

રાજકોટ એરપોર્ટ પર 3 આતંકવાદી પોલીસ અને સીઆઈએસએફ સાથેની મુઠભેડમાં ઠાર

રાજકોટ એરપોર્ટ પર 3 આતંકવાદી પોલીસ અને સીઆઈએસએફ સાથેની મુઠભેડમાં ઠાર
X

રાજકોટ એરપોર્ટ પર 3 આતંકવાદી ઘુસ્યા હોવાની માહતીના આધારે પોલીસ તેમજ સીઆઈએસએફ દ્વારા ઓપરેશન હાથ ધારવામાં આવ્યુ હતુ. ત્રણેય આતંકીઓને જવાનોએ ઠાર કરી દીધા હતા. સર્જાયેલી ઘટનાને પગલે યાત્રીઓ તેમજ એરપોર્ટ ઓથોરીટીમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

રાજકોટમાં એરપોર્ટ પર 3 આતંકવાદીઓ પઠાણી કપડા પહેરીને અને આધુનિક હથિયાર સાથે ઘુસ્યા હોવાની માહિતી મળતાની સાથે જ પોલીસ તેમજ સીઆઈએસએફ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કોવડ સહિતના જવાનો એ એરપોર્ટ ને કોર્ડન કરી લીધુ હતુ. અને આતંકવાદીઓના મનસુબાને નાકામિયાબ બનાવી દીધો હતો.

પોલીસ અને સીઆઈએસએફ સાથે સર્જાયેલી મુઠભેડમાં ત્રણેય આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જયારે એક જવાન પણ ઘાયલ થયો હતો.

રાજકોટ એરપોર્ટની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા એક મોકડ્રિલ કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવતા લોકોના જીવમાં જીવ આવ્યો હતો.

Next Story