Connect Gujarat
ગુજરાત

રાજકોટ ગ્રામ્ય પોલીસે 2 શખ્સની ગેરકાયદે હથિયારો સાથે કરી ધરપકડ

રાજકોટ ગ્રામ્ય પોલીસે 2 શખ્સની ગેરકાયદે હથિયારો સાથે કરી ધરપકડ
X

એક વખત ગુનાખોરી ની દુનિયા માં પગ મૂકી દીધા બાદ અને જેલ ની હવા ખાધા બાદ ઘણા કેટલાંક ગુનેગારો સુધરવા ની જગ્યા એ વધુ શાતીર બની જતા હોય છે. ત્યારે જેલમાં ગયા બાદ વધુ શાતિર બનેલા બે ગુનેગારોને રાજકોટ ગ્રામ્યની ધોરાજી પોલીસે ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસે થી હથિયારો પણ કબ્જે કર્યા છે.

ધોરાજી પોલિસે 2 શાતીર ગુનેગારોની ધરપકડ કરી છે. તેમની પાસે થી એક પિસ્તોલ, 4 જીવતા કાર્તિઝ, એક છરો તેમજ દુકાન ના શટર તોડવા માટેના નાના મોટા હથિયાર, 6 મોબાઈલ, અને 1 કાર કબ્જે કરી છે. પોલીસે પકડી પાડેલ બંને શાતીર ગુનેગાર ધોરાજી અને આસપાસ ના વિસ્તાર માં ચોક્કસ ગુના ને અંજામ આપવા તેમજ કોઈ મોટી ઘાડ પાડવા ની તૈયારી કરી રહ્યાં હતાં. જે માટે બંને રેકી કરી રહ્યા હોવાની જાણ પોલીસને થતા પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસને લોકો પર હુમલો કરવા માટે ખાસ ઉપયોગમાં આવી શકે તેવો મીરચી સ્પ્રે પણ મળી આવ્યો છે.

કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીતમાં પોલીસે જણાવ્યું હતું કે, પોલીસે પકડી પાડેલ બંને આરોપીઓએ ગુનાખોરી ની દુનિયા માં નાની ઉમર થી જ પગ મૂકી ચુક્યા છે. સુરત નો રહેવાસી આરોપી વિપુલ ઉર્ફે ભરત જોટંગિયાએ માત્ર 21 વર્ષ ની ઉંમરે એક મહિલા ની હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જો કે બાદમાં તે હત્યાના ગુનામા નિર્દોષ જાહેર છુટયો હતો.

જો કે ત્યાર બાદ તેના ગુના ઓ હમેશા વધતા રહેલ છે. જેમાં પિસ્તોલ જેવા ગેરકાયદેસર હથિયાર રાખવા અને મોંઘીદાટ કાર ચોરી કરવા સહિત ના ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. જયારે બીજો આરોપી રાજકોટ જિલ્લા ના પાટીદડ ગામના અંકિત વિરુદ્ધ મારા મારી કરી ને લોકો ને ભય ભીત કરવા સહિતના ના ગુના નોંધાઇ ચુક્યા છે

Next Story
Share it