Connect Gujarat
ગુજરાત

રાજકોટ જિલ્લામા પાક નિષ્ફળ જવાના ભણકારા, પાંચ દિવસમા વરસાદ ન પડે તો ખેડૂતોને નુકશાન

રાજકોટ જિલ્લામા પાક નિષ્ફળ જવાના ભણકારા, પાંચ દિવસમા વરસાદ ન પડે તો ખેડૂતોને નુકશાન
X

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા છેલ્લા કેટલાંય સમયથી મેઘરાજાની પધરામણી ન થતા જગતનો તાત ચિંતામા મુકાયો છે. ત્યારે કનકેટ ગુજરાત સાથેની વાતચીતમા જિલ્લા ખેતિવાડી અધિકારી રમેશ ટીલવા એ જણાવ્યુ હતુ કે હાલ રાજકોટ જિલ્લામા ૫.૩૧ લાખ હેકટર ખેતીલાયક જમિન છે. જે પૈકી ૫.૦૫ લાખ હેકટર જમિનમા વાવેતર થઈ ચુક્યું છે.

આ વર્ષે મગફળી ના પાક કરતા કપાસના પાકનુ વાવેતર વધારે થવા પામ્યુ છે. ૨૬૯૫૭ હેકટરમાં મગફળીનું વાવેતર કરાયું છે જ્યારે કે ૨૫૧૯૨૩ હેકટરમાં કપાસનું વાવેતર કરવામા આવ્યુ છે. ત્યારે આગામી પાંચ દિવસમા વરસાદ ન પડે તો વાવેતર નિષ્ફળ જવાની ભિતી પણ સેવાઈ રહેલી છે. વરસાદ ખેંચાતા ખેતરમા જે મોલાત ઉભી છે તે મુરઝાવા લાગી છે. હજુ જો એક અઠવાડીયામા વરસાદ પડી જાય તો તે ફરી જીવંત થઈ શકે તેમ છે. પરંતુ જો આગામી એક અઠવાડીયુ કોરુ જશે તો કુલ વાવેતરના ૧૦ ટકા પાક સુકાઈ જશે અને પછી જ્યા સુધી વરસાદ નહી આવે ત્યા સુધી આ આંક વધતો જશે. જે વિસ્તારોની જમીન ઓછા પાણી વાળી છે.ત્યાં સૌથી પહેલા અસર પહોંચશે. ત્યારે જસદણ અને વિંછીયા પંથકમા અત્યારથી જ વાવેતર નિષ્ફળ ગયાની ફરિયાદો શરૂ થઈ છે. જેના કારણે ત્યા અત્યારથી જ સર્વેની કામગીરી શરૂ કરવામા આવી છે.

Next Story
Share it