રાજકોટ : ધોરાજીમાં લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે “પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સહયોગ ઉત્સવ” ઉજવાયો

રાજકોટ જિલ્લાના ધોરાજી સ્થિત લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે “પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સહયોગ ઉત્સવ” ઉજવવામાં આવ્યો હતો. ઉત્સવ કાર્યક્રમમાં પુષ્ટિસંસ્કાર પાઠશાલાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું.
ગોસ્વામી પિયુષ બાવાશ્રી વંચનામૃત પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સહયોગના દાતાશ્રીઓનું કરવામાં આવ્યું હતું. સન્માન પુષ્ટિસંસ્કારધામ નિર્માણ મહોત્સવના આયોજન માટે ૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરી વર્ષ ૨૦૨૦ના રોજ ખાતમુહૂર્ત કરી નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત પુષ્ટિસંસ્કાર પાઠશાળાના બાળકો ગોસ્વામી પિયુષ બાવાના તેમના સાનિધ્યમાં પાઠશાલા માધ્યમિક પ્રાપ્ત કરેલા સંસ્કારની અભિવ્યક્તિ કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી દિવ્યતાના દર્શન કરાવ્યા હતા.
સમગ્ર ઉત્સવ દરમ્યાન જુનાગઢ મોટી હવેલીના ગોસ્વામી કિશોર ચંદ્ર મહારાજ તેમજ મોટી હવેલી જુનાગઢના ગોસ્વામી પિયુષબાવા, ભરત સોજીત્રા, રાજુ હિરપરા, વિપુલ ઠેશિયા, હેમંત પાંસુરીયા, રાજુ પેથાણી, પિયુષ બાબરીયા તથા પી.સી ગુંદાણીયા સહિતના ધોરાજી તેમજ અન્ય વિસ્તારોના વૈષ્ણવ સમાજના આગેવાનો આને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.