Connect Gujarat
ગુજરાત

રાજકોટ: નાના ભુલકાઓએ કરી પતંગ અને ફિરકીની હોળી, જાણો શું છે કારણ

રાજકોટ: નાના ભુલકાઓએ કરી પતંગ અને ફિરકીની હોળી, જાણો શું છે કારણ
X

એક તરફથી ઉતરાયણના તહેવારને આડે બે દિવસનો સમય બાકી બચ્યો છે. ત્યારે રાજકોટના અંબાકિ ટાઉનશીપમાં રહેતા બાળકો દ્વારા પતંગ અને ફિરકી સળગાવવામા આવી છે. ટાઉનશીપમાં રહેતા બાળકો દ્વારા પતંગ અને ફિરકી સળગાવી ઉતરાયણનો બહિષ્કાર કરવામા આવ્યો છે.

કનકેટ ગુજરાત સાથેની વાતચીતમાં ક્રિષ નામના બાળકે જણાવ્યુ હતુ કે અમે તમામ મિત્રોએ પતંગ અને ફિરકી સળગાવામાં આવી છે. તો સાથે જ ઉતરાયણ ના તહેવારનો બહિષ્કાર કરી એક અનોખો સંદેશો આપ્યો છે. તેમજ ઉતરાયણ ના દિવસે અમે તમામ મિત્રો પક્ષીઓની સારવાર માટે તંત્ર ની મદદ કરીશુ. તેમજ ઉતરાયણ પર થનાર ખર્ચ પશુ પક્ષીઓ પાછળ દાન કરીશુ. ત્યારે હાલ આ ૧૦૦ થી વધુ બાળકો જીવ દયા સંસ્થાઓ સાથે જોડાઈ કાર્ય કરી રહ્યા છે.

Next Story