રાજકોટ : પોલીસે દારૂડિયાઓને કરાવ્યું કાયદાનું ભાન, જાહેરમાં કરાયા સરભરા
BY Connect Gujarat14 Nov 2019 10:46 AM GMT

X
Connect Gujarat14 Nov 2019 10:46 AM GMT
રાજકોટ શહેરના રાજનગર ચોકમાં
બે દિવસ પૂર્વે દારૂ પીધેલા બે શખ્સોએ આતંક મચાવ્યો હતો. બન્ને શખ્સોએ રાજનગર
ચોકમાં આવેલ દુકાનો બંધ કરાવી હતી, તો
સાથે જ નિર્દોષ વેપારીને છરીના ઘા પણ ઝીંક્યા હતા.
રાજનગર ચોકમાં દારૂ
પીધેલા બે શખ્સોએ ભારે આતંક મચાવી વેપારી ગોપાલ કાપડિયાને છરીના ઘા ઝીંક્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટના
સ્થળે પહોંચી સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી
હતી. ત્યારબાદ ગણતરીના જ કલાકોમાં રાજકોટ
ક્રાઇમ બ્રાન્ચે નવદીપસિંહ જાડેજા અને હરકિશનસિંહ
જાડેજાની ધરપકડ કરી હતી. માલવિયાનગર પોલીસે આરોપીઓની ઓફિસમાં જડતી લેતાં તેમના પાસેથી વિદેશી
દારૂની બોટલ પણ ઝડપાઈ હતી. ત્યાર બાદ માલવિયાનગર
પોલીસ બન્ને આરોપીઓને ઘટના સ્થળે
લઇ જઇ જાહેરમાં સરભરા કરી લોકો
પાસે માફી પણ મંગાવી હતી.
Next Story