Connect Gujarat
ગુજરાત

રાજકોટ પોલીસે નાગાબાવાનો વેશ ધારણ કરી વટેમાર્ગુને લૂંટતી ટોળકીની કરી ધરપકડ

રાજકોટ પોલીસે નાગાબાવાનો વેશ ધારણ કરી વટેમાર્ગુને લૂંટતી ટોળકીની કરી ધરપકડ
X

હવે વાત ધર્મના નામે થતા પાંખડની. રાજકોટ પોલીસે એક એવી ટોળકીને પકડી પાડી છે. જે ટોળકી આસ્થાના નામે ચલાવતી હતી લૂંટ. ભોળા લોકોને ભગવાનના નામે સંતોના નામે લૂંટી કરતા હતા કાળી કમાણી. ત્યારે જુઓ આ અંગે અમારો આ રીપોર્ટ ધર્મના નામે ધતીંગ

રાજકોટ પોલીસની ગરીફતમા રહેલ શખ્સોના નામ છે. સાગરનાથ, કરણનાથ, કંચનનાથ અને સાહેબનાથ. મુળ ગાંધીનગર જિલ્લાના દહેગામના આ તમામ રહેવાસીઓ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે દેહગામમા નાગાબાવાનો વેશ રચી લોકો સાથે છેતરપિંડી કરતી અનેક ટોળકીઓ કાર્યરત છે. ત્યારે છેલ્લા કેટલાંય સમયથી સાગરનાથ, કરણનાથ. કંચનનાથ અને સાહેબનાથ એક સાથે લોકોને ઠગતા હતા.

કઈ રીતે બનાવતા હતા લોકોને શિકાર

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી સાહેબનાથ અને કરણનાથ કારમા સંપુર્ણ કપડા કાઢી નાગાબાવાનો વેશ ધારણ કરતા હતા. જે બાદ સાથે રહેલા અન્ય આરોપી કારની બહાર ઉભા રહી સોનુ પહેરેલા વટે માર્ગુને ઉભા રાખતા હતા. ત્યારબાદ નજીકમા કોઈ મંદિર ક્યા છે કે કેમ તે પુછતા હતા. જે બાદ વટેમાર્ગુને કારમા બેસેલા નાગાબાવાના રુપમા બેઠેલા આરોપીઓના દર્શન કરવાનુ કહેતા હતા. જે બાદ નાગાબાવાના રુપમા બેસેલા આરોપીઓ હિપનોટાઈઝ કરતા હતા. જે બાદ વટેમાર્ગુ પાસે રહેલ ઘરેણા, રોકડ અને મોબાઈલની ચોરી કરતા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમા આ ચારેય આરોપીઓ સાથે મળી 23 ગુન્હાઓને કબુલાત આપી છે. પરંતુ પોલીસનુ માનવુ છે કે ચારેય આરોપીઓએ સાથે મળી 100થી વધુ ગુન્હાઓ આચર્યા હોઈ શકે છે.

Next Story
Share it