Connect Gujarat
ગુજરાત

રાજકોટ : બાહુબલી ફીલ્મ બાદ હવે બજારમાં આવ્યું બાહુબલી કેડીયું

રાજકોટ : બાહુબલી ફીલ્મ બાદ હવે બજારમાં આવ્યું બાહુબલી કેડીયું
X

બાહુબલી ફીલ્મ બાદ હવે રાજકોટના બજારમાં બાહુબલી કેડીયુ જોવા મળી રહયું છે. નવરાત્રીમાં ગરબા રમવા જતાં ખેલેયાઓ માટે કેડીયુ અતિ મહત્વનું છે. ત્યારે આ 13 ફૂટ લાંબુ અને 25 કીલો વજનનું બાહુબલી કેડીયું તૈયાર કરાયું છે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં કેડીયુ બનાવનાર મોનિક ભાઈએ જણાવ્યુ હતુ કે જે 13 ફુટ લંબાઈ ધરાવતા કેડીયાને અમે બાહુબલી કેડીયુ આપ્યુ છે. જેનું વજન આશરે 25 કિલો જેટલું થાય છે. જેમા અમે 5 હજાર જેટલા નાના મિરર ફિટ કર્યા છે. તો સાથે જ કેડીયુ 12 ફૂટ પહોળાઈ પણ ધરાવે છે. તેમજ 100 થી વધુ વિધ પેચ સિલાઈ કરવામાં આવ્યા છે. ત્યારે આ કેડીયુ રાજકોટવાસીઓના આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે. બાહુબલી કેડીયુ બનાવવ પાછળ 19 દિવસનો સમય લાગ્યો છે. તો સાથે જ આ કેડિયા માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન માટે તેમની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

Next Story