Connect Gujarat
ગુજરાત

રાજકોટ: મહેશ્વરી સોસાયટીમાં જેઠાણીએ કરી દેરાણીના ૩ વર્ષીય પુત્રની અપહરણ બાદ હત્યા... જાણો કેમ?

રાજકોટ: મહેશ્વરી સોસાયટીમાં જેઠાણીએ કરી દેરાણીના ૩ વર્ષીય પુત્રની અપહરણ બાદ હત્યા... જાણો કેમ?
X

રાજકોટમાં કૌટુંબિક સબંધોને શર્મશાર કરતો એક કિસ્સો પ્રકાસમાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાજ્યમાં દિવસે દિવસે ચોરી,લૂંટફાટ અને અપહરણના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટની એક ઘટના સામે આવી છે. રાજકોટ ખાતે આવેલી મહેશ્વરી સોસાયટીમાં ત્રણ વર્ષના બાળક ખુશાલનું અપહરણ કરીને હત્યા કરી દેવામાં આવી છે. આંગણવાડીમાંથી બાળકનું અપહરણ કરીને ગળે ટૂંપો દઈને બાળકની હત્યા કરવામાં આવી છે.

પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરતા માલુમ પડ્યું હતું કે, બાળકની મોટી માં(જેઠાણી) પારૂલ ડોબરીયાએ જ ત્રણ વર્ષના બાળક ખુશાલનું આંગણવાડી થી અપહરણ કરી ગળુ દબાવીને હત્યા કરી બાળકના મૃતદેહને રસ્તા પર ફેંકી દીધો હતો.પોલીસે તપાસ સઘન બનાવતા આ હત્યા દેરાણીની ઇર્ષાના કારણે કરાઇ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. હાલ તો ભક્તિનગર પોલીસે જેઠાણી પારૂલ ડોબરીયાની અટકાયત કરી છે અને કડક પૂછપરછ શરૂ કરી છે.

Next Story
Share it