Top
Connect Gujarat

રાજકોટ માં લેઉવા પટેલ દંપતીના રહસ્યમય મોત થી સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી

રાજકોટ માં લેઉવા પટેલ દંપતીના રહસ્યમય મોત થી સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી
X

મોત ના રહસ્ય નો કોયડો ઉકેલવા પોલીસે શરુ કરી તાપસ

રાજકોટ શહેર ની તિરૂપતિ સોસાયટી માં રહેતા લેઉવા પટેલ દંપતી એ આપઘાત કરી લેતા રહસ્યના વમળો સર્જાયા છે.પતિની લાશ ફાંસો ખાધેલી હતી જયારે પત્નીની મૃત હાલતમાં ભોંય તળીયે હતી,જેના કારણે પોલીસ ની મુંજવણ પણ વધી છે કે પતિ પત્ની માંથી કોને પહેલા જીવતર ટૂંકાવ્યું હશે,અને આ અંતિમ પગલુ ભરવા પાછળનું કારણ શું તે અંગે ના રહસ્ય ઉકેલવા માટે આજીડેમ પોલીસે ફોરેન્સિક અધિકારીઓ ની મદદ પણ લીધી છે.

જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરની કોઠારીયા ચોકડી પાસે આવેલ બ્રહ્માણી હોલ નજીકની તિરૂપતિ સોસાયટી માં રહેતા મનિષ કરસનભાઈ વેકરીયા ઉ.વ.33 ના ઓ ઘરે જ ઇમિટેશન નું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.તેઓની પત્ની અલ્પા વેકરીયા સાથે ના 11 વર્ષ ના સુખી લગ્ન જીવન માં માત્ર સંતાન સુખ ની ખોટ રહી હતી.અને મનિષ વેકરીયા એ તેઓના નાનાભાઈ નો નાનો દીકરો નિશાંત ને દત્તક લીધો હતો.

મનિષ વેકરીયાના પરિવારજનો સબંધીના ત્યાં કોઈક પ્રસંગે ગયા હતા.અને નિશાંત ઘર નો દરવાજો ખોલવા માટે પ્રયત્ન કરતા ખુલ્યો નહતો તેથી તેને અન્ય લોકોને બોલાવતા ઘરનો દરવાજો તોડતાંની સાથે જ પરિવારજનો ની સાથે સ્થાનિક લોકોની આંખો સ્તબ્ધ થઇ ગઈ હતી.કારણ કે મનિષ વેકરીયા નો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો જયારે તેઓની પત્ની અલ્પા ની લાશ ભોંય તળીએ પડી હતી.

ઘટના અંગે ની જાણ 108 અને આજીડેમ પોલીસ ને કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસ તાપસ માં અલ્પાબેન ના ગળા ના ભાગે પણ ફાંસો ખાધો હોય તેવા નિશાન મળી આવ્યા હતા જયારે મનિષ વેકરીયા નો મૃતદેહ લટકતો હતો,તેથી પોલીસ ની મુંજવણ માં વધારો થયો છે.

પોલીસ રહસ્યમય ઘટના માં કોયડો ઉકેલવા માટે મથામણ કરી રહી છે,અને અલ્પાબેને આપઘાત કરી લીધા બાદ તેણીનો મૃતદેહ નીચે ઉતારીને મનિષભાઈ એ જીવતર ટૂંકાવ્યું કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે ની તાપસ માટે પોલીસે ફોરેન્સિક અધિકારીઓ ની મદદ સાથે પેનલ પોસ્ટ મોર્ટમ પણ કર્યું હતું.

હાલ તો લેઉવા પટેલ દંપતીના રહસ્યમય મોત ની ઘટના એ સમગ્ર પંથક માં ચકચાર મચાવી દીધી છે.

Next Story
Share it