Connect Gujarat
ગુજરાત

રાજકોટ : સગીરાને પ્રેમજાળમાં ફસાવી અર્ધનગ્ન ફોટા પાડી આચર્યું દુષ્કર્મ, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

રાજકોટ : સગીરાને પ્રેમજાળમાં ફસાવી અર્ધનગ્ન ફોટા પાડી આચર્યું દુષ્કર્મ, પોલીસે બે આરોપીની કરી ધરપકડ
X

સગીરાના અર્ધનગ્ન ફોટા પાડી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું.

દુષ્કર્મ ગુજારનાર સગીર સહીત બે ઝડપાયા, રાજકોટમાં ત્રણ દિવસમાં દુષ્કર્મની બીજી ઘટના આવી સામે

રાજકોટના કાલાવડ રોડ પર વામ્બે આવાસ કવાર્ટરમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અર્ધનગ્ન ફોટા પાડી પ્રેમીએ દુષ્કર્મ આચર્યા બાદ બે મિત્રોએ પણ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારનાર સગીર અને એક શખ્સ સહિત બેની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.

કાલાવડ રોડ પરના વામ્બે આવાસ કવાટર્સમાં રહેતી અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી સગીરાને ભીમનગરમાં રહેતા સાવન કાંતી મકવાણાએ પ્રેમજાળમાં ફસાવી હતી અને સગીરાને ફરવાના બહાને બહાર લઇ જઇ ધાક ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના અર્ધનગ્ન ફોટા પાડી લીધા હતા.

અર્ધનગ્ન ફોટા બતાવી સાવન અવારનવાર ધમકાવતો હતો. અને તેને બહાર લઇ જઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સાવનના ત્રાસમાંથી સગીરા મુકત થાય તે પહેલાં જ સાવનના મિત્ર વામ્બે આવાસમાં જ રહેતા સોહિલ હનીફ શાહમદારે પણ સાવને પાડેલા ફોટા સગીરાને બતાવી તેની ઇચ્છા વિરૂદ્ધ કોસ્મો ટોકીઝ પાસે આવેલા ગોડાઉનમાં લઇ જઇ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.

સાવન અને સોહિલ સાથે તેનો સગીર વયનો મિત્ર પણ જોડાયો હતો. આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સાવન મકવાણા, સોહિલ શાહમદાર અને સગીર સામે ગુનો દાખલ થાય બાદ તાલુકા પોલીસે ભીમનગર ચોકમાં રહેતો સાવન કાંતીભાઇ મકવાણા અને સગીરની ધરપકડ કરી હતી. અને વામ્બે આવાસના કવાર્ટરમાં રહેતો સોહિલ હનીફ શાહમદારની શોધખોળ આદરી છે. પકડાયેલો સાવન મકવાણા મજુરીકામ કરે છે. સગીર પણ અગાઉ પોકસોના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.

રાજકોટ શહેરમાં જાણે મહિલાઓ અસુરક્ષિત હોય તેમ ત્રણ દિવસમાં બળાત્કારની બે ફરિયાદ નોંધાઇ હતી અને હાલતો પોલીસે આ મામલે આરોપીની ધરપકડ પણ કરી છે .પરંતુ સવાલ એ છે કે મુખયમંત્રીના હોમટાઉન રાજકોટ માં જ મહિલાઓ સુરક્ષિત જોવા મળતી નથી.

Next Story